દિગ્વીજયસિંઘે ફરી સર્જીકલ સ્ટ્રાઈકના પુરાવા માંગ્યા: રાહુલે કહ્યું, ‘બકવાસ’

24 January 2023 05:12 PM
India Politics
  • દિગ્વીજયસિંઘે ફરી સર્જીકલ સ્ટ્રાઈકના પુરાવા માંગ્યા: રાહુલે કહ્યું, ‘બકવાસ’

► મધ્યપ્રદેશ સહિતના રાજયોની ધારાસભા ચુંટણી પુર્વે ભાજપને હથિયાર આપતા કોંગ્રેસ નેતા

જમ્મુ: મોદી સરકાર દ્વારા પાકિસ્તાન સામે કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઈક મુદે ફરી એક વખત કોંગ્રેસમાં ધમાસાણ સર્જાયુ છે અને હવે ભારત જોડોયાત્રા સમયે રાહુલ ગાંધીએ તેમના જ પક્ષના વરિષ્ઠ નેતા અને પુર્વ મુખ્યમંત્રી દિગ્વીજયસિંઘના વિધાનોથી અંતર દર્શાવતા કહ્યું કે આ વિધાનો દિગ્વીજયસિંહના અંગત છે. હું તેમના વિધાનો સાથે સંમત નથી. રાહુલ ગાંધીએ એ પણ કહ્યું કે ભારતીય સેના તેનું કામ પુરી ક્ષમતાથી અને બૈખુબીથી કરી રહી છે અને તેની સામે પ્રશ્ન ઉઠાવવાનો કે સેનાના શોર્ય સામે કોઈ પ્રશ્ન સર્જવાનો પ્રશ્ન જ નથી. શ્રી રાહુલ ગાંધીએ દિગ્વીજયસિંહના વિધાનોને ‘બકવાસ’ ગણાવીને તેનાથી અંતર જાળવ્યું છે.

► પક્ષના જ વરિષ્ઠ નેતાના વિધાનથી અંતર જાળવતા રાહુલ ગાંધી: સેનાના શૌર્ય સામે પ્રશન ઉઠાવી શકાય નહી: ભારત અંગે યાત્રા સમયે નિવેદન

આ અગાઉ કોંગ્રેસના મિડિયા સેલના ઈન્ચાર્જ જયરામ રમેશે પણ દિગ્વીજયસિંહના વિધાનોએ કોંગ્રેસનું મંતવ્ય નહી હોવાનું જણાવ્યું હતું અને તેના વિધાનોથી પક્ષને દૂર રાખવા કોશીશ કરી હતી. તેઓએ કહ્યું કે અમો તમામ પ્રશ્નોના જવાબ આપી દીધા છે. દેશમાં 9 રાજયોની ધારાસભા ચૂંટણીઓનું વાતાવરણ જામવા લાગ્યું છે અને ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશ તેમજ છત્તીસગઢ ઉ5રાંત કર્ણાટકમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટકકર થવાની છે તે સમયે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે ફરી એક વખત સર્જીકલ સ્ટ્રાઇક અને પુલવામા હુમલા અંગે પુરાવા માંગીને ભાજપને એક નવું હથિયાર આપી દીધુ છે. દિગ્વિજયસિંહે કરેલા વિધાન બાદ ભાજપે તુર્ત જ તેમને સીધા સવાલો પુછવાનું શરૂ કર્યુ હતું

► ભાજપે મુદો ઉપાડી લીધો: કોંગ્રેસનો પાકિસ્તાન-પ્રેમનો ડીએએ ખુલ્લુ થયું છે: જયોતિરાદીત્ય સિંધીયાએ પણ કોંગ્રેસ સામે પ્રશ્ન ઉભા કર્યા

અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સીધા રાહુલ ગાંધી પાસે જવાબ માંગ્યો છે અને એ પણ કહ્યું છે કે ડીએનએ પાકિસ્તાન પ્રેમ હોવાની વાત સાચી પડી છે અને ભગવાન રામ અંગે પ્રશ્ન ઉઠાવતા હતા. રામ સેતુના અસ્તિત્વ અંગે પુરાવા માંગતા હતા અને હવે આપણા સૈન્યની બહાદુરીના પણ પુરાવા માંગે છે કે દિગ્વિજયસિંહ ભારત જોડો યાત્રા સમયે આ પ્રકારના પુરાવા માંગ્યા અને તેથી કાશ્મીરમાં જ ભારતીય સૈન્યનું મનોબળ તોડી રહ્યા છે તેવો સીધો આક્ષેપ કર્યો તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી જયોતિરાદિત્ય સિંધીયાએ દિગ્વિજયસિંહ પર પ્રહાર કર્યા અને તેમની માનસિકતા રાષ્ટ્ર વિરોધી હોવાનું જણાવ્યું તેમને યાદ અપાવ્યું કે દિગ્વિજયસિંહ આતંકવાદી ઓસામાબીન લાદેનના નામ સાથે જી લગાવી ચૂકયા છે અને સેનાની દેશભકિત અને બલિદાન સામે પણ પ્રશ્ન ઉઠાવે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement