દેશના એક બાદ એક રાજયમાં ચૂંટણી લડવા માટે પહોંચી રહેલા આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જમ્મુ કાશ્મીરમાં આગામી સમયમાં યોજાનારી ચૂંટણીમાં આપ પૂરી તાકાતથી ઝંપલાવશે તેવી જાહેરાત કરી છે. હાલમાં દક્ષિણમાં તેલંગણાના શાસક રાષ્ટ્રીય સમિતિ સાથે જાહેર સભા સંબોધનાર કેજરીવાલએ તેમના રાજયસભાના સાંસદ સંદિપ પાઠકે જણાવ્યું કે આમ આદમી પાર્ટી જમ્મુ કાશ્મીરમાં પણ નેતૃત્વની હારમાળા ઉભી કરશે અમે રાજયમાં શાંતિ ઇચ્છીએ છીએ. ભારતીય બંધારણ પૂરી રીતે લાગુ થાય તે જોવા માંગીએ છીએ અને રાજયમાં લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર સ્થપાઇ તે પણ માંગીએ છીએ.