ભારતને પાંચ ટ્રીલીયન ડોલર ઇકોનોમી બનાવવામાં ગુજરાતનો ફાળો નોંધપાત્ર હશે

24 January 2023 05:20 PM
Gujarat India
  • ભારતને પાંચ ટ્રીલીયન ડોલર ઇકોનોમી બનાવવામાં ગુજરાતનો ફાળો નોંધપાત્ર હશે

ગુજરાત કનેકટ G20 : વૈશ્વીક મંચમાં ગુજરાતની ભૂમિકા અંગે ખાસ સત્ર : રાજયના વિવિધ ઉદ્યોગપતિઓ પણ પરિસંવાદમાં સામેલ થયા : ગાંધીનગરમાં આવતીકાલે અંતિમ બેઠક

ગાંધીનગર, તા.24 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતની G20 અધ્યક્ષતા સત્તાવાર રીતે 1 ડિસેમ્બર, 2022ના રોજ શરૂ થઇ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત વિવિધ સ્થળોએ કુલ 15 G20 મીટિંગોની યજમાની કરવા માટે તૈયાર છે. તેમાંની પ્રથમ ઇવેન્ટ ‘બિઝનેસ20 (B20) ઇન્સેપ્શન મીટિંગ’ આજે સવારે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે શરૂ થઈ હતી.

આજે ‘ગુજરાતના G20 કનેક્ટ’ પર એક વિશેષ સત્ર આયોજિત કરવામાં આવ્યું હતું. આ સત્રમાં ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી કેટલીક વિશેષ પરિવર્તનકારી પહેલો પર ચર્ચા કરવામાં આવી હતી. આ સત્ર દરમિયાન, તેમાં ભાગ લેનારા પાર્ટિસિપન્ટ્સને ગુજરાતની જીવંત કલા અને સંસ્કૃતિ તેમજ રાજ્યના સમૃદ્ધ ઇતિહાસ અને રાજ્યએ આટલા વર્ષોમાં કરેલા વિકાસને દર્શાવતી એક ફિલ્મ બતાવવામાં આવી હતી. ઊર્જામંત્રી કનુભાઈ દેસાઇએ તેમના સંબોધનમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતે ડિજિટલ પેમેન્ટ્સ, મોબાઈલ આધાર વગેરે જેવી પહેલો દ્વારા પરિવર્તનકારી બદલાવો જોયા છે.

ડીબીટી મારફતે, વચેટિયાઓને બાદ કરીને, ગરીબ ખેડૂતો, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને અન્ય સંબંધિત લાભાર્થીઓના ખાતામાં 200 બિલિયન રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, વડાપ્રધાનના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ભારત, મેક ઇન ઇન્ડિયા, પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ્સ, વોકલ ફોર લોકલ વગેરે જેવી પહેલો સાથે, વિશ્વનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બનવાની દિશામાં આગળ વધી કરી રહ્યું છે. ભારત જ્યારે 2026-27 સુધીમાં 5 ટ્રિલિયન યુએસ ડોલરની અર્થવ્યવસ્થાના લક્ષ્યાંકને હાંસલ કરવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે,

ત્યારે ગુજરાત ભારતના ગ્રોથ એન્જિન તરીકે આ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે પોતાનું નોંધપાત્ર યોગદાન આપશે. આ માટે, રાજ્ય 2026-27 સુધીમાં 500 બિલિયન યુએસ ડોલર અને 2030-32 સુધીમાં 1 ટ્રિલિયન યુએસ ડોલરની અર્થવ્યવસ્થા બનવાની અપેક્ષા રાખે છે. આજના પરિસંવાદમાં ટીડીસી લિથિયમ આયન બેટરી ગુજરાત પ્રાઇવેટ લી.ના એમ.ડી. હિંસાનોરી તાકાશીબા, ઝાયડસ લાઇફ સાયન્સના ચેરમેન પંકજ પટેલ, અરવિંદ લીમીટેડ એકઝીકયુટીવ ડાયરેકટર કુલીન લાલભાઇ સહિતના અગ્રણીઓ જોડાયા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement