સોમયજ્ઞ એટલે અમૃતયાગ, આધ્યાત્મિક આનંદનું પવિત્ર ઝરણું: ગો.શ્રી ગોકુલોત્સવજી મહારાજ

24 January 2023 05:28 PM
Rajkot Dharmik
  • સોમયજ્ઞ એટલે અમૃતયાગ, આધ્યાત્મિક આનંદનું પવિત્ર ઝરણું: ગો.શ્રી ગોકુલોત્સવજી મહારાજ
  • સોમયજ્ઞ એટલે અમૃતયાગ, આધ્યાત્મિક આનંદનું પવિત્ર ઝરણું: ગો.શ્રી ગોકુલોત્સવજી મહારાજ
  • સોમયજ્ઞ એટલે અમૃતયાગ, આધ્યાત્મિક આનંદનું પવિત્ર ઝરણું: ગો.શ્રી ગોકુલોત્સવજી મહારાજ

► વિશ્વકલ્યાણ, વિશ્વશાંતિના ઉદેશ સાથે રાજકોટમાં તા.16થી21 ફેબ્રુ. વિરાટ સોમયજ્ઞનું દિવ્ય આયોજન

► તા.15મીના બપોરે શોભાયાત્રામાં 1000 બહેનો મસ્તક ઉપર સુશોભીત કળશ ધારણ કરશે: રાજકોટમાં સોમયજ્ઞનું દસમી વાર આયોજન: સોમયજ્ઞના દિવસોમાં દરરોજ ત્રણ હજાર લોકો ઉમટી પડશે: 800 દંપતીઓએ યજ્ઞમાં બેસવા નામ નોંધાવ્યા: આજે સાંજે રણછોડનગર કાર્યાલયનું ઉદઘાટન

રાજકોટ તા.24 : આગામી તા.16મી ફેબ્રુઆરીથી તા.21મી સુધી રાજકોટના આંગણે સંગીત માર્તડ, સોમયજ્ઞ સમ્રાટ, પદ્મભૂષણ પૂ. શ્રી ગોકુલોત્સવજી મહારાજ તથા સોમયજ્ઞ સમ્રાટ પૂ. ગો. શ્રી વ્રજોત્સવજી મહારાજના સાંનિધ્યમાં સોમયજ્ઞનું ભવ્યાતિત આયોજન કરવામાં આવેલ છે. ‘સાંજ સમાચાર’ના આંગણે ગો. શ્રી ગોકુલોત્સવજી મહારાજ તથા ગો. શ્રી વ્રજોત્સવજી મહારાજ તથા વૈષ્ણવ સમાજના અગ્રણીઓ તથા વિરાટ શ્રી સોમયજ્ઞ મહોત્સવ સમીતીના સભ્યો આવેલા હતા. આ પ્રસંગે ગો.શ્રી ગોકુલોત્સવજી મહારાજે સોમયજ્ઞ અંગે જણાવ્યું કે આ અહિંસક યજ્ઞ છે. આ યજ્ઞથી પર્યાવરણ શુદ્ધ થાય છે. સોમયજ્ઞમાં દૂધ, ઘી, અન્નની આહુતિ આપવામાં આવે છે. અલૌકીક અગ્નિમાં પીપળ, પલાસ, ઉમરાની આહુતિ અપાય છે જે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. યજ્ઞ સમયે શ્વાસોચ્છવાસ લઈએ ત્યારે તેની ગતિમાં પણ શુદ્ધતા આવે છે. તેમણે જણાવ્યું કે સોમયજ્ઞમાં સોમકળશની સ્થાપના, અક્ષતને અભિમંત્રીત કરીને વર્ષા કરવામાં આવે છે. સોમયજ્ઞ સક્ષમ યજ્ઞ છે, પ્રથમ દિવસે શોભાયાત્રા, વિષ્ણુ ભગવાનની સ્થાપના બાદ યજ્ઞનો પ્રારંભ થાય છે. આહુતિ આપતાં પુર્વે ચાર વેદોના મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે છે. આ ક્રમ સાથે સોમયજ્ઞ કરાય છે. વાતાવરણમાં દિવ્યતા પથરાઈ જાય છે. પવિત્રતાનું વાતાવરણ સર્જાય છે.રાજકોટના આંગણે ગો.શ્રી ગોકુલોત્સવજી મહારાજની નિશ્રામાં દસમો સોમયજ્ઞ યોજાઈ રહ્યો છે. રાજકોટમાં પ્રથમ સોમયજ્ઞ 2005ની સાલમાં થયો હતો. સોમયજ્ઞથી નગરીનો વિકાસ થાય છે.

ધર્મમયનગરી રાજકોટને આંગણે શ્રી વિરાટ સોમયજ્ઞનું ભવ્ય અને દિવ્ય આયોજન તા.16-2ના ગુરૂવારથી 21-2ના મંગળવાર સુધી નિશ્ચીત થયેલ છે. પદ્મશ્રી એવમ પદ્મભુષણ વૈષ્ણવાચાર્ય જ.પી. સોમયાજી દિક્ષીત આચાર્ય પૂ.પા.ગો. ડો.શ્રી ગોકુલોત્સવજી મહારાજશ્રી (ઈન્દોર)ના સર્વાધ્યક્ષ સ્થાને તથા પૂ.પા.ગો. ડો.શ્રી વ્રજોત્સવજી મહોદય દ્વારા યજ્ઞાચાર્ય-યજ્ઞકર્તા સ્થાને તથા પૂ.પા.ગો.શ્રી ચિ. ઉમંગરાયજી બાવાશ્રીના સાનિધ્યમાં વિશ્ર્વશાંતી-વિશ્ર્વકલ્યાણ, પ્રાણીમાત્રના સુખ-સમૃધ્ધિ, સૌભાગ્યની સંપ્રાપ્તી અને વંશ વૃધ્ધિ હેતુ શ્રી વિરાટ સોમયજ્ઞનું આયોજન થયેલ છે. ભારતીય સંસ્કૃતિ યજ્ઞ સંસ્કૃતી છે વૈદીય યજ્ઞ અંત:કરણ ક્રિયાનું બાહ્ય પ્રતીક છે તેનો માર્મીક અર્થ છુપાયેલો છે. સત્યશ્રૃના વૈદિક ઋષીઓએ માનવ જીવનને સોમયજ્ઞરૂપે વર્ણવ્યુ છે. સોમયજ્ઞ એટલે અમૃતયાગ, સોમયજ્ઞ આધ્યાત્મીક આનંદનો રૂપક છે. સોમયજ્ઞ સર્વ યજ્ઞદેવોનો રાજા છે. ની વિરાટ સોમયજ્ઞ અંતર્ગત એક અંગભુત ભાગ તે શ્રી વિષ્ણુગોપાલ યજ્ઞ છે. શ્રી વિષ્ણુગોપાલ યજ્ઞ સ્વયં મહાયજ્ઞ છે. શ્રી વિષ્ણુગોપાલ યજ્ઞ પરીપુર્ણ કરનારના સર્વ કષ્ટો દુર થાય છે. જીવનના દોષોની નિવૃતી થાય છે. જીવનની પ્રગતીમાં બાધારૂપ સર્વે કઠીનતા શ્રી વિષ્ણુગોપાલ યજ્ઞથી દુર થાય છે. વર્તમાન મનુષ્ય જીવન તાપ-સંતાપ, કલહ, કંકાશ, રાગ, દ્વેષ, વૈર, વૈમનષ્યથી ત્રસ્ત છે. કોઈ ઘર પરીવાર કલહથી તો કોઈક શારીરીક સ્વાસ્થ્યથી તો કોઈની વ્યાપાર વ્યવાયની બાધાઓને કારણે અશાંત છે. શ્રી વિષ્ણુગોપાલ યજ્ઞ શારીરીક માનસીક કષ્ટો દુર કરી શાંતી આપે છે. આ યજ્ઞથી સર્વે પ્રકારના ગ્રહદોષનું નિવારણ થાય છે. આ સોમયજ્ઞની આહુતીઓથી ઉત્પન્ન થતો ધ્રુમ્ર ધુમાડો વાતાવરણ, પર્યાવરણની શુધ્ધી કરે છે અને દુર્ભાગ્યને દુર કરે છે. સનાતન વૈદધર્મ અનુસાર લક્ષ્મીપ્રાપ્તી માટે, વ્યાપાર વ્યવસાયમાં ઉન્નતી માટે પ્રત્યેક ગૃહમાં સુખ શાંતી અને રીધ્ધી સીધ્ધી તથા ઐશ્ર્વર્ય વૈભવની પ્રાપ્તી માટે શ્રી વિષ્ણુગોપાલ યજ્ઞનું યજન કરવાનું વિધાન છે જયાં જયાં સોમયજ્ઞ સંપન્ન થાય છે

ત્યાં ત્યાં યજ્ઞ નારાયણ શ્રી વિષ્ણુના પ્રભાવ અને પ્રતાપથી સર્વ પ્રકારની સુખ શાંતી સ્થપાઈ છે. એટલુ જ નહીં શ્રી વિષ્ણુગોપાલ યજ્ઞની પ્રસાદી રૂપે ઈચ્છીત સંતાન પ્રાપ્તીના પ્રસંગો પણ નોંધાયા છે. દક્ષીણના ચારેય વેદ ઋગવેદ, સામવેદ, અથર્વવેદ તથા અજુર્વેદના જાણકાર પ્રકાંડ પંડીતો દ્વારા સામગાન કરીને અરણી દ્વારા અરણી મંથન કરીને અગ્ની પ્રગટાવી સોમયજ્ઞનો પ્રાંભ કરવામાં આવે છે. તા.16-2-2023 ગુરૂવારથી તા.21-2-2023 મંગળવાર સુધી યજ્ઞ સ્થળે દરરોજ સવારના 8થી વાગ્યાથી 1-30 સુધી તથા બપોરના 4 વાગ્યાથી રાત્રીના 8 સુધી યજ્ઞ ચાલુ રહેશે. તા.15-2-2023 બુદવાર બપોરે 3થી 10 બહેનો મસ્તક ઉપર સુશોભીત મટુકી (કલશ) ધારણ કરી શોભાયાત્રામાં જોડાશે તેમજ હજારોની સંખ્યામાં ભકતજનો જોડાશે. શોભાયાત્રા પ્રસ્થાન સ્થળ શ્રી હરીશભાઈ લાખાણીની જ્યા, માધાપર ચોકડી કોર્નર, શ્રી દ્વારીકા હાઈટસની બાજુમાં, જામનગર રોડતી પ્રસ્થાન થઈ યજ્ઞ સ્થળ શ્રી વલ્લભાચાર્ય નગર વાજતે ગાજતે પહોંચશે. શોભાયાત્રા તેમજ સેવાકાર્યમાં જોડાવા ઈચ્છતા બહેનોએ શ્રી રીટાબેન જોબનપુત્રા મો. 94274 38117, ગીતાબેન ખેરડીયા મો. 70967 31658 તથા નિશાબેન રાણપરા મો. 98242 08686 ત્રણ માંથી કોઈપણ એક પાસે નામ નોંધાવા અનુરોધ છે. 1000 રાજસુય યજ્ઞથી 1 અશ્ર્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. 1000 અશ્ર્વમેઘ યજ્ઞથી 1 સોમયજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. સોમયજ્ઞની 1 પરીક્રમા કરવાથી 108 પરીક્રમાનું ફળ પ્રાપ્ત થાય છે. શ્રી સોમયજ્ઞમાં શ્રી વિષ્ણુગોપાલ યજ્ઞમાં બેસવાનું ખુબજ મહત્વ છે. શ્રી વિષ્ણુગોપાલ યજ્ઞમાં બેસવા માટે કાર્યાલયનો સંપર્ક સાધવો. કાર્યાલય નં.1 ટાઈટેનીયમ કોમ્પલેક્ષ, એચડીએફસી બેંકની બાજુમાં, તનીષ્ક એપાર્ટમેન્ટની સામે, ત્રિકોણબાગ પાસે, રાજકોટ મો. 94275 36400, 70164 52611, કાર્યાલય નં.2 શ્રી નંદગોપાલ ભારત ગેસ એજન્સી, 15 નંબર સ્કુલની સામે, 10 રણછોડનગર, કુવાડવા રોડ, રાજકોટ મો. 92278 78882, 96382 96195, 93745 71400, 88493 63183, 70698 97299.

સોમયજ્ઞ સ્થળ
શ્રી વલ્લભાચાર્યનગર શ્રી કલ્પેશભાઈ પલાણની જગ્યા, પ્રભાત સોલવન્ટની બાજુમાં, શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળની સામે, માધાપર ચોકડી પહેલા, જામનગર મેઈન રોડ રાજકોટ. શ્રી વિરાટ સોમયજ્ઞના દર્શન, પરિક્રમા, વિષ્ણુગોપાલ યજ્ઞમાં બેસવા માટે અક્ષતવર્ષા વિગેરેનો લાભ લેવા સનાતન ધર્મપ્રેમી, ધર્માનુરાગી, જનતાને મુખ્ય મનોરથીશ્રી રાજુભાઈ પોબારૂ, મુખ્ય મનોરથી છબીલદાસ પોબારૂ પરિવાર, મુખ્ય મનોરથી કલ્પેશભાઈ હરીશભાઈ પલાણ પરિવાર તથા મુખ્ય મનોરથી હરીશભાઈ લાખાણી પરિવાર ઉપપ્રમુખ ડો. નીશાંત ચોટાઈ, ઉપપ્રમુખ બીપીનભાઈ ડી. પલાણ, દિલીપભાઈ સોમૈયા, દિનેશભાઈ કારીયા, નીતીનભાઈ નથવાણી, ગુણુભાઈ ડેલાવાળા, સાગરભાઈ તન્ના, દિનેશભાઈ રાઠોડ (કે.ડી.) રામભાઈ બરછા, ભુપેન્દ્રભાઈ કોટક, રીટાબેન જોબનપુત્રા, રત્નાબેન સેજપાલ, અલ્પાબેન બરછા, રીટાબેન કુંડલીયા, કિરણબેન વિઠલાણી, મહામંત્રી અરવીંદભાઈ પાટડીયા, સંયોજક કલ્પેભાઈ પલાણ હિતેશભાઈ પોપટ, જેરામભાઈ વાડોલીયા, અન્તુભાઈ સોની, મંત્રી કિશોરભાઈ કોટક, હિરેનભાઈ ખખ્ખર, જીતુલભાઈ કોયેચા, શ્યામલભાઈ સોનપાલ, પરાગભાઈ દેવાણી, સહમંત્રી અલ્પેશભાઈ પલાણ, મનન ત્રિવેદી, વીરલભાઈ પલાણ, ધર્મેશભાઈ કકકડ સહ સંયોજક અરવિંદભાઈ ભેસાણીયા, સુરેશભાઈ રૈયાણી, છગનભાઈ પાનસુરીયા, ભરતભાઈ મદાણી, સહમંત્રી પુરૂષોતમભાઈ પટેલ, કેતનભાઈ પીત્રોડા, નરેશભાઈ સંગપરીયા, બાબુભાઈ ત્રીવેદી, મેહુલ ભગત, જીતુભાઈ ખેરડીયા તેમજ આયોજન સમિતી દ્વારા પધારવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે. જુદી જુદી સમીતીઓમાં સેવા આપવા ઈચ્છતા ભાઈ બહેનોએ કાર્યાલયમાં પોતાના નામ નોંધાવવા અનુરોધ છે. વિશેષ માહિતી જાણકારી માટે અરવિંદભાઈ પાટડિયા (મો.નં. 70764 52611)નો સંપર્ક કરવો.


Related News

Advertisement
Advertisement
Advertisement