મુંબઈ તા.24 : દિપીકા અને શાહરૂખ સ્ટાટર ફીલ્મ ‘પઠાન’ આવતીકાલે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનાં ‘બે શર્મ રંગ’ ગીતે વિવાદ જગાવ્યો હતો. હવે રસપ્રદ વાત એ બહાર આવી છે કે આ ગીત દિપીકા પાદુકોણનું ફેવરીટ છે. દિપીકાએ ભગવી બિકીનીમાં શુટ કરેલા આ ગીતે માત્ર વિવાદ જ નહોતો જગાવ્યો બલકે તેને 7 કરોડથી વધુ વ્યુઅર્સ પણ મળ્યા હતા. ટીમ સાથેનાં એક વિડીયોમાં દિપિકાએ જણાવ્યું હતું કે ‘બે શર્મ રંગ’ અને ‘ઝુમે જો પઠાન’ બન્ને ગીત મારા ફેવરીટ છે.જોકે આ બન્ને ગીતો અલગ પ્રકારનાં છે. પરંતુ ‘બે શર્મ રંગ’ ગીતમાં મે ઘણી મહેનત કરી હતી. જયાં અમે આ ગીતનું શુટીંગ કરેલુ.તે લોકેશનમાં શુટીંગ કરવું અઘરૂ પડયું.એટલે અમે ઘણી મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કર્યુ હતું. તેમ છતા અમે તેને સુંદર બનાવ્યું મને લાગે છે કે મે બન્ને ગીતનાં શુટીંગનો આનંદ માણ્યો છે.બન્ને ગીત મારા પ્રિય છે.