કાલાવડ રોડ પર જડ્ડુસ ચોકના બ્રીજનું ઉદ્ઘાટન પણ વિલંબમાં : મુખ્યમંત્રીની તારીખ મળવાની રાહ જોતું તંત્ર

24 January 2023 05:56 PM
Rajkot
  • કાલાવડ રોડ પર જડ્ડુસ ચોકના બ્રીજનું ઉદ્ઘાટન પણ વિલંબમાં : મુખ્યમંત્રીની તારીખ મળવાની રાહ જોતું તંત્ર
  • કાલાવડ રોડ પર જડ્ડુસ ચોકના બ્રીજનું ઉદ્ઘાટન પણ વિલંબમાં : મુખ્યમંત્રીની તારીખ મળવાની રાહ જોતું તંત્ર
  • કાલાવડ રોડ પર જડ્ડુસ ચોકના બ્રીજનું ઉદ્ઘાટન પણ વિલંબમાં : મુખ્યમંત્રીની તારીખ મળવાની રાહ જોતું તંત્ર
  • કાલાવડ રોડ પર જડ્ડુસ ચોકના બ્રીજનું ઉદ્ઘાટન પણ વિલંબમાં : મુખ્યમંત્રીની તારીખ મળવાની રાહ જોતું તંત્ર
  • કાલાવડ રોડ પર જડ્ડુસ ચોકના બ્રીજનું ઉદ્ઘાટન પણ વિલંબમાં : મુખ્યમંત્રીની તારીખ મળવાની રાહ જોતું તંત્ર

ફલાયઓવર તૈયાર થઇ ગયો : માત્ર ટચીંગ કામ ચાલુ : પ્રજાસત્તાક પર્વે લોકોને ભેંટ નહીં મળે!

રાજકોટ, તા.24 : રાજકોટ મહાપાલિકા દ્વારા ચાલુ વર્ષમાં ત્રણ ઓવરબ્રીજના લોકાર્પણ કરવામાં આવ્યા બાદ પ્રજાસત્તાક પર્વે કાલાવડ રોડના જડ્ડુસ ચોક બ્રીજનું ઉદઘાટન થઇ જશે તે ધારણા ખોટી ઠરી છે. ર8.પર કરોડના ખર્ચે આ બ્રીજનું કામ મંજૂર થયું હતું. પ્રજાસત્તાક પર્વે લોકોને કાલાવડ રોડની આ ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળે તેવી આશા હતી પરંતુ બ્રીજ તૈયાર થયા બાદ માત્ર ઉદઘાટનના વાંકે હજુ થોડા દિવસો બંધ રહેશે તેમ જાણવા મળ્યું છે.

શહેરના કાલાવડ રોડ પર મહાપાલિકા દ્વારા બે બ્રીજના નિર્માણ ચાલી રહ્યા છે. કેકેવી ચોકમાં બ્રીજ પર બ્રીજનું કામ વિલંબથી માર્ચના અંતે પુરૂ થાય તેમ છે. જડ્ડુસ ચોક ઓવરબ્રીજનું કામ પણ ડિસેમ્બરના અંતમાં પુરૂ થવાનું હતુ જે હવે જાન્યુઆરીમાં પૂર્ણ થયું છે. પરંતુ નવી સરકાર બન્યા બાદ મુખ્યમંત્રી આ બ્રીજનું ઉદઘાટન કરે તેવી શાસકોની ઇચ્છાથી તૈયાર બ્રીજ પણ હવે રીબીન કપાવાવની પ્રતિક્ષામાં હોય તેવું લાગે છે. 150 ફુટ રોડ પર બે અને કાલાવડ રોડ પર આ બે બ્રીજના કામ એક સાથે શરૂ થયા હતા. 1પ0 ફુટ રોડના નાના મવા ચોક અને રામાપીર ચોક બ્રીજનું ઉદઘાટન તો ચૂંટણી પૂર્વે વડાપ્રધાને કર્યુ હતું. આ રોડનો મોટો ટ્રાફિક પ્રશ્ન હળવો પણ થઇ ગયો છે.

પરંતુ કાલાવડ રોડના બંને બ્રીજના કામ ખુબ વિલંબમાં પડયા હતા. તંત્ર દ્વારા સતત નોટીસો આપવામાં આવતી હતી. હવે આ પૈકી કાલાવડ રોડના જડ્ડુસ ચોક બ્રીજનું કામ પૂર્ણ થઇ જતા હવે તેમાં માત્ર રંગરોગાનના ટચીંગ અને લાઇટીંગ ટેસ્ટીંગ જેવી કામગીરી ચાલી રહી છે. હવે જો પ્રજાસત્તાક પર્વે મુખ્યમંત્રીનો સમય મળી ગયો હોત તો આ બ્રીજનું ઉદઘાટન 26 જાન્યુઆરી પૂર્વે જ થઇ જવાનું હતું. પરંતુ આ તારીખ ન મળતા મુદ્દત લંબાઇ છે. હોસ્પિટલ ચોક બ્રીજમાં પણ આવું બન્યું હતું. આ બ્રીજનું કામ પણ પૂર્ણ થયા બાદ ઉદઘાટનમાં વધુ સમય લેવામાં આવ્યો હતો તે બાદ ચૂંટણી પર પ્રજાને એક સાથે ત્રણ બ્રીજની ભેંટ આપવામાં આવી હતી.

હાલ ખુબ લગ્નગાળો અને ટ્રાફિક કાલાવડ રોડ પર દેખાતો રહે છે. અહીં મેટોડા સહિતની મોટી ઔદ્યોગિક વસાહત, નવા ભળેલા વિસ્તારો, નવા રીંગ રોડ, એજયુકેશન ઝોન છે. આથી જડ્ડુસ ચોક બ્રીજ જલ્દી ખુલ્લો થાય તેવું સર્વિસ રોડ અને ડાયવર્ઝનમાંથી પસાર થતા વાહન ચાલકો ઇચ્છી રહ્યા છે. કારણ કે કેકેવી ચોકમાં બ્રીજ પર બ્રીજનો પ્રોજેકટ તો માર્ચના અંતે માંડ પૂરો થાય તેમ છે. આથી મહાપાલિકા વહેલાસર જડ્ડુસ ચોક બ્રીજનું ઉદઘાટન કરાવે તે અનિવાર્ય છે.


Related News

Advertisement
Advertisement
Advertisement