બેંગ્લુરૂ તા.24 : આપણે ત્યાં ઘણા પ્રસંગોએ રૂપિયાની નોટો ઉડાડવામાં આવે છે અને તેને લેવા લોકો પડાપડી પણ કરતા હોય છે. પરંતુ બેંગ્લુરૂમાં અરૂણ નામના એક વ્યકિતએ બેંગ્લુરૂની કે.આર.માર્કેટ પાસે આવેલા ઓફ ફલાયઓવર બ્રીજ પરથી નીચે રૂા.10 ની નોટોનો વરસાદ વરસાવતાં નીચે નોટો વીણવા માટે લોકોનું ટોળુ એકઠુ થઈ ગયુ હતું. જેને કારણે નીચે ટ્રાફીક જામ થઈ ગયો હતો.
અરૂણની ફેસબુક પ્રોફાઈલ મુજબ તે વી.ડોટ 9 ઈવેન્ટસ ઈન્ડીયા પ્રા.લી.નો સ્થાપક અને સીઈઓ છે. અરૂણે નીચે નોટો ફેંકતા લોકો નોટો લેવા ઘસી જતા ટ્રાફીક જામ થઈ ગયો હતો જેના કારણે પોલીસ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી. અરૂણે આ નોટો ફેંકવા માટે સ્પષ્ટતા કરી હતી કે તે મેન્ટલી સ્વસ્થ છે અને તેનો કોઈ ખરાબ ઈરાદો પણ નથી કે સોશ્યલ મિડિયામાં પબ્લીસીટી માટે પણ મેં આમ નથી કર્યું. મને સમય આપો, મેં આવુ શા માટે કર્યુ તેની સ્પષ્ટતા કરીશ પોલીસે અરૂણ સામે રિપોર્ટ દાખલ કર્યો છે.