રાજકોટ તા.24 : સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ રાજકોટ દ્વારા પ્રવીણકાકા મણિયાર કેમ્પસ, 1 મારૂતીનગર, એરોડ્રામ રોડ ખાતે 50 હજાર સ્કેવરફીટ નૂતન બાંધકામમાં પૂ.શ્રી ધીરગુરુદેવના અનુગ્રહથી મુખ્ય નામકરણમાં જાણીતા દાનવીર શશીકાંત જી. બદાણી-મુંબઈ તરફથી 2 કરોડ, 25 લાખનું માતબર દાન અર્પણ કરતા ઉમંગ છવાયો છે. ચેરમેન અપૂર્વભાઈ મણિઆર અને મેનેજિંગ ટ્રસ્ટી ડો. બળવંત જાની તેમજ ટ્રસ્ટી મંડળે પૂ.ગુરુદેવના નિર્માણાધિન શાળામાં પગલા કરાવી ઋણ સ્વીકાર કરેલ.