રાજકોટ, તા.24 : ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ. ગુરુદેવ શ્રી ગિરિશચંદ્રજી સ્વામીનાં સુશિષ્ય ગુજરાત રત્ન પૂ. શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ એવં મહામંત્ર પ્રભાવક પૂજ્ય શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબનાં સુશિષ્ય સદગુરૂદેવ પૂ. શ્રી પારસમુનિ મહારાજ સાહેબની પાવનકારી પ્રેરણાથી જૈન સંકલ્પ ટ્રસ્ટ દ્વારા રાજકોટ શહેરમાં તારીખ 5/2ના રવિવારે સવારે 9:30 કલાકે સમસ્ત જૈન સમાજનાં જનકલ્યાણ અર્થે જૈન ભોજનાલય નો સેન્ટ્રલ એસ.ટી. બસ સ્ટેન્ડ, બીજા માળે લીફટ નં.3 ની બાજુમાં દુકાન નં. 47, કનક રોડ, ઢેબર રોડ રાજકોટમાં શુભારંભ કરવામાં આવી રહ્યો છે.
શહેરમાં જૈન સમાજની ઘણા સમયની જરૂરિયાતને લક્ષમાં લઈને જૈન સમાજના અશક્ત, જેમના ઘરમાં કોઈ કમાનાર ન હોય, એકલવાયુ જીવન વ્યતિત કરતા એકલા વ્યક્તિ કે દંપતિ હોય, ઘરમાં રસોઈ બનાવનાર કોઈ ન હોય તેવા વૃદ્ધ, બહારગામ થી રાજકોટ વ્યવસાય કે સર્વિસ માટે આવેલ વ્યક્તિ જે એકલા રાજકોટમાં રહેતા હોય, બહારગામ થી હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ હોય તે દર્દી કે તેની સાથેના સગા સંબંધી હોય, અભ્યાસ અર્થે બહારગામથી આવેલ વિદ્યાર્થી અપડાઉન કરતા હોય કે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા હોય આદિ યોગ્ય કારણ હોય તેવા જૈનને જૈન ભોજનાલયમાં એક ટાઈમ રૂપિયા 10 માં જમવા કે ટિફિન આપવામાં આવશે.જે માટે ફોર્મ ભરીને આપવાના રહેશે.
ફોર્મ મેળવવાનો તેમજ પરત આપવા સવારે 10 થી 12 તથા સાંજે 4 થી 6 દરિમયાન ધનંજય ડેવલોપર,બી 701 ઇમ્પીરીયલ હાઇટસ, 150 ફૂટ રીંગ રોડ, બિગ બજાર સામે,અરિહંત ઇન્વેસ્ટમેન્ટ 301 એ, 301 બી સાધના ડાઉન ટાઉન, આલ્ફ્રેડ હાઇસ્કુલ સામે, પંજાબ નેશનલ બેંકની બાજુમાં, જયુબેલી ચોક,ધવલભાઈ અરુણભાઈ દોશી એ 103, સિદ્ધાર્થ એપાર્ટમેન્ટ, પટેલ ચોકની બાજુમાં, નાગેશ્વર પાર્શ્ર્વનાથ મંદિરની પાછળ, ઘંટેશ્વરનો સંપર્ક કરવો. કાર્યવાહક ટ્રસ્ટીગણમાં પ્રવિણભાઇ કોઠારી, અશોકભાઈ કોઠારી, મયુરભાઈ શાહ, હિતેશભાઈ મહેતા, ડો. પારસભાઈ શાહ, શૈલેષભાઈ માઉં, અજયભાઈ ભીમાણી, અમિષભાઈ દોશી, મનિષભાઇ કામાણી, મેહુલભાઈ રવાણી, મિલનભાઈ કોઠારી, જયભાઈ ખારા, વિશ્વાસભાઈ મહેતા વગેરે છે.