રાજકોટ, તા.23 : ગોં. સં.ના જશ ઝવેર પરિવારના પૂ. સમયપ્રભા ગુરૂણી દેવોના પરમ કૃપાપાત્ર શિષ્યા, વડેરા તીર્થસ્વરૂપા, શાસન ચંદ્રિકાગુરૂમૈયા બા.બ્ર.પૂ. શ્રી હીરાબાઇ મ., પૂ. જયોતિબાઇ મ. આદિ સતીવૃંદ શાલીભદ્ર સરદારનગર સંઘનું 50મું સુવર્ણ જયંતિ ચાતુર્માસ અજોડ, અદ્વિતીય સફળ ચાતુર્માસ સંપન્ન કરી એમ.ડી.મહેતા પરિવારના મહેન્દ્રભાઇ, અ.સૌ. પ્રજ્ઞાબેન મહેન્દ્રભાઇ મહેતા પરિવારની ભાવસભર વિનંતીનો સ્વીકાર કરી વિશાળ જન સમુદાય સાથે વિહાર કરી ભગવાન મહાવીર સ્વામીના જય નાદ સાથે તીર્થ બિલ્ડીંગમાં પધારતા અનેરો આનંદ છવાયો. જયાં વિશાળ ધર્મસભામાં પ્રવચન પ્રભાવક બા.બ્ર.પૂ. સ્મિતાબાઇ મ. પ્રાસંગિક પ્રવચન તથા પ્રમુખ હરેશભાઇ વોરા, મહેન્દ્રભાઇના ભાવસભર ઉદબોધનો થયા પૂ. મહાસતીજીના માંગલિક બાદ મહેતા પરિવાર દ્વારા આયોજીત કરેલ નવકારશીની સુંદર વ્યવસ્થા સાથે સેંકડો ભાવિકોએ લાભ લીધો હતો. પૂ. મહાસતીજી આવતીકાલે મુકેશભાઇ વોરાને ત્યાં પગલા કરી લાભ આપી રેસકોર્ષ પાર્ક ઉપાશ્રયે પધારવાનો ભાવ રાખેલ છે.