સિવિલ હોસ્પિટલના પીએમએસએસવાય (કોવિડ બિલ્ડિંગ)માં ગત મધરાત્રે 3:30 વાગ્યાના અરસામાં અચાનક નોળિયો સીધો જ ઈલેક્ટ્રિક પેનલમાં ઘૂસી જતાં પેનલ બળીને ખાક થઈ જવા પામી હતી સાથે સાથે તેમાંથી ધૂમાડા નીકળવા લાગતાં ભારે દોડધામ થઈ પડી હતી. આ વેળાએ સિક્યોરિટી સુપરવાયઝર ભીમાભાઈ કટારિયા તેમજ ગૌતમ અને રેશ્માબેન સહિતના રાઉન્ડમાં હતા તે દરમિયાન સેલરની અંદર આવેલા ઈલેક્ટ્રિક રૂમની અંદરથી ધુમાડા નીકળતા હોવાનું ધ્યાને આવતાં તાત્કાલિક ઈલેક્ટ્રિશિયનને બોલાવી લીધો હતો અને ઈલેક્ટ્રિક પેનલ બોર્ડનું ચેકિંગ કરતાં તેમાંથી મૃત નોળિયો મળી આવ્યો હતો જેને મહામહેનતે બહાર કાઢી મોટી દૂર્ઘટના અટકાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચૌધરી હાઈસ્કૂલમાં દિવસેને દિવસે લીલોતરી ઉગી રહી હોય તેને સાફ કરવાની તંત્ર દ્વારા તસ્દી લેવામાં આવતી નહીં હોવાથી સાપ અને નોળિયા સહિતના સરિસૃપો હોસ્પિટલમાં ઘૂસી રહ્યા છે.