રાજકોટ, તા.21 : ઘણી વખત એવા આક્ષેપો થતા હોય છે કે, પોલીસ ગુના વખતે સમયસર પહોંચતી નથી. પરંતુ શાપરમાં ચોરી થાય એ પહેલાં જ પોલીસ પહોંચી ગઈ હતી અને એક આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે ફરિયાદી બની નોંધેલા આ ગુનામાં મળતી વિગત મુજબ શાપર વેરાવળ પોલીસ મથકના પીએસઆઈ એસ.જે. રાણાની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ બી.જે. જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા સહિતનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો
ત્યારે જ વેરાવળ(શા) મચ્છી માર્કેટ પાસે રોડ ઉપર આવેલ દુકાનો પાસે આવતા એક શખ્સે અંધારામાં લપાતો છુપાતો બંધ દુકાનોના તાળા તરફ પોતાની નજર તાકતો કોઇ મિલ્કત વિરુદ્ધનો કોની ગુન્હો કરવાના ઇરાદે શંકાસ્પદ હાલ મળી આવ્યો હતો. આરોપીને પકડી તેનું નામ ઠામ પૂછતાં આશીષભાઇ ધનશ્યામભાઇ શાહ ( રાજપુત) (ઉ.વ.19) (રહે.હાલે વેરાવળ(શા) ગંગા ગેઇટ અંદર પ્લાસમા કારખાનાની પાસે) હોવાનું જણાવ્યું હતું. તેને પકડી જી.પી. એકટ 122 મુજબ ગુનો દાખલ કરાયો હતો.