મારી પત્નીને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કેમ કરે છે: કન્ટ્રકશનના ધંધાર્થીને ઢીબી નાખ્યો

24 January 2023 06:58 PM
Rajkot Crime
  • મારી પત્નીને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કેમ કરે છે: કન્ટ્રકશનના ધંધાર્થીને ઢીબી નાખ્યો

ન્યારી ડેમ પાસેનો બનાવ:ચાર શખ્સો સામે પોલીસમાં ફરિયાદ

રાજકોટ,તા.24 : 150 ફુટ રીંગ રોડ પુનીતનગર સતનામ સોસાયટી માર્શલભાઇ ધનજીભાઇ વસરા (આહીર) (ઉ.વ.23)એ ધીમલગિરી ગોસ્વામી, ચેતન ગોસ્વામી, એસ.આર નામનો નેપાળી શખ્સ અને જયદીપ પટેલ વિરુદ્ધ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. માર્શલભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા માતા પિતા સાથે રહું છુ અને બાંધકામ નુ કામ મારા પિતા સાથે કરુ છુ.

ગઇ તા.23/01ના રાત્રીના એક વાગ્યા ની આસપાસ હું તથા મિત્ર ધવલભાઇ બોરીચા એમ અમે બન્ને મારી ઇનોવા કિસ્ટ્રા કાર લઇ ને ન્યારી ડેમ રોડ પર આવેલ બેક બેન્ચર્સ કાફે બેસવા માટે ગયા હતા અને ત્યાંથી દોઢેક વાગ્યે અમે અમારા ઘરે પરત ફરતા હતા.ત્યારે રોડ પર મિત્ર ધમલપરી ગોસ્વામી મળતા તેણે મને કહ્યું કે તુ મારી પત્નીને ઇન્ટાગ્રામ તથા મોબાઇલમાં ખોટા મેસેજ કરે છે. તેમજ મારું બીજી કોઇ છોકરી સાથે લફરું છે તેમ કહેતા મે તેને કહેલ કે મેં તારી પત્ની ને મેસેજ કરેલ નથી તેમ કહેતા આ ધીમલપરી ગોસ્વામી ઉશ્કેરાઇ ગયો અને ગાળો આપવા લાગ્યો અને ઢીકાપાટુનો મારમારવા લાગ્યા હતા

અને તેવામા ત્યા આ ધીમલપરી ગોસ્વામીનો ફઇનો દિકરો ચેતનભાઇ ગોસ્વામી,એક નેપાળી જેનુ નામ એસ.આર અને જયદિપ પટેલ એમ બધા ત્યાં આવી ગયા હતા અને તેઓ પણ મને ગાળો દેવા લાગ્યા હતા અને ચેતન ગોસ્વામીએ પોતાની છરી કાઢી બતાવી કહેવા લાગ્યા કે હવે મારી ભાભી ને મેસેજ કર્યા તો આ તારી સગી નહી થાય તેમ કહ્યું હતું અને એસ.આર.નેપાળીએ ધોકો લઈ તેના વડે મને જમણા હાથમાં મારી દીધું હતું.તેમજ શરીરે ઢીકા પાટુ નો મારા માર્યો હતો.બાદ મા મારા ગળામા જોતા આ ઝપાઝપીમાં મારો એક સોનાનો પોણા પાંચ તોલા નો સોનાનો ચેઇન પડી ગયેલ હતો.આ અંગે રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement