રાજકોટ,તા.24 : સુરતથી રાજકોટ રીક્ષામાં ગાંજાનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે સુરત પોલીસે આરોપી આરીફ બશીર મકરાણી, અશોક રામજી ઘાવરી, ભારતીબેન અશોકભાઈ ઘાવરી અને સંજય રાજકરણ પાંડેને 40.77 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં રાજકોટ રહેતા તોફિક ઉર્ફે તોફલો મહમંદભાઈ સંધારે ગાંજાનો જથ્થો મંગાવ્યો હોવાનું ખુલતા તોફીક ઉર્ફે તોફલો, લાલો ઉર્ફે શબ્બીર સંધી, રફીક રજાક પીંજારા અને આરીફ બશીર મુલતાણી સહિત 8 વિરુદ્ધ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. જેલમાંથી તોફિકે ચાર્જશીટ બાદ જામીન મુક્ત થવા માટે જામીન અરજી કરી હતી. જેની સુનાવણીમાં આરોપીના વકીલે કરેલી દલીલો ધ્યાને હાઈકોર્ટે આરોપીને જામીન મુક્ત કરવા હુકમ કર્યો હતો. આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ સાહીસ્તાબેન એસ. ખોખર, રણજીત એમ. પટગીર અને હાઈકોર્ટમાં મોહંમદ ઝઈદ આઈ. સૈયદ રોકાયયેલા હતા.