વનસ્પતિ તેલને મિકસ કરી ‘વેગાન ઘી-બટર’ તરીકે વેચાણ: ફુડ વિભાગ ત્રાટકશે

25 January 2023 10:36 AM
Vadodara Gujarat
  • વનસ્પતિ તેલને મિકસ કરી ‘વેગાન ઘી-બટર’ તરીકે વેચાણ: ફુડ વિભાગ ત્રાટકશે

♦ ગ્રાહકો સાથે મોટી છેતરપીંડી

♦ દેશવ્યાપી દરોડા પાડવા-પગલા લેવા ફુડ સેફટી વિભાગનો આદેશ

વડોદરા,તા.25
વનસ્પતિ ચીજો આધારીત ઘી, બટર જેવી ગેરમાર્ગે દોરતી ચીજો વેચતી કંપનીઓ પર તવાઈ ઉતારવા ફુડ સેફટી એન્ડ સ્ટંડર્ડ ઓથોરીટીએ આદેશ જારી કર્યો છે. વેગાન ફુડ (વનસ્પતિ આધારિત) ના નામે ઘી, બટર જેવી ડેરી પ્રોડકટ વેચવા ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં બેફામ નફાખોરી કરવામાં આવી રહી છે.

વનસ્પતિ આધારીત પ્રોડકટસને ઘી, બટર જેવા ડેરી ઉત્પાદન તરીકે વેચતી કંપનીઓ-ઉત્પાદકો પર ત્રાટકવા માટે દેશભરના ફુડ વિભાગને સૂચના આપતો પરિપત્ર ઈસ્યુ કરવામાં આવ્યો છે અને 15મી ફેબ્રુઆરી સુધીમાં લીધેલા પગલાનો એકશન ટેકન રિપોર્ટ મોકલવાની તાકીદ કરવામાં આવી છે.

‘ઘી-બટરના નામે ગેરમાર્ગે દોરતી પ્રોડકટના મથાળા હેઠળ ફુડ સેફટી વિભાગે ઈસ્યુ કરેલા આ આદેશમાં એમ કહેવામાં આવ્યું છે કે નોન-ડેરી પ્રોડકટના ઉત્પાદકો દ્વારા પણ ઘી-બટર જેવી ડેરી પ્રોડકટના નામે ઉપયોગ કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી ચીજો વેચવામાં આવે છે. વનસ્પતિ આધારિત ઘી-બટર કે વેગાન ઘી- બટર જેવા શબ્દોનો ઉપયોગ કરીને રીટેઈલ માર્કેટ તથા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર તેનુ વેચાણ કરવામાં આવે છે. આ ચીજોમાં ડેરી પ્રોડકટનું કોઈ તત્વ હોતુ નથી. બે કે વધુ ખાદ્યતેલ તથા હાઈડ્રેજેનેટેડ ફોર અને કુદરતી ફલેવરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.

પશુસંવર્ધન તથા ડેરી વિભાગના સચીવ રાજેશકુમાર સિંધે કહ્યું કે વનસ્પતિ આધારિત તેલને ઘી કે બટર જેવી પ્રોડકટ તરીકે વેચી શકાતુ નથી. આ એક પ્રકારની છેતરપીંડી છે. ફુડ વિભાગ આકરા પગલા લેશે. ઉત્પાદકો પ્રોડકટ પાછી નહીં ખેંચે અને વેચાણ ચાલુ રાખશે તો કાનૂની પગલા લેવામાં આવશે.

આ પ્રોડકટ વેગાન ઘી-બટરના નામે વેચાય રહી છે. કાયદાકીય રીતે પણ વેગાન ફુડ કે તેનો લોગો વાપરી શકાતો નથી. દુધ કે દૂધની બનાવટ સિવાય કયાંય પણ ડેરી પ્રોડકટનું નામ વાપરી શકાતુ નથી.

સૂર્યમુખી તથા કોપરેલનું મિશ્રણ કરીને ‘વેગાન ઘી’ ના નામે ઠગાઈ-નફાખોરી
ઈન્ડીયન ડેરી એસોસીએશનના પ્રમુખ આર.એસ.સોઢીએ ટવિટ કરીને એવો મુદો ઉઠાવ્યો હતો કે સૂર્યમુખી તેલ તથા કોપરેલ મીકસ કરીને વેગાન ઘીના નામે વેચાય છે. ગ્રાહકો સાથે આ સૌથી મોટી છેતરપીંડી અને નફાખોરી છે. બે-ત્રણ વનસ્પતિ તેલનું મિશ્રણ કરીને બનાવાતું વેગાન ઘી કિલોના 250 કરતા પણ ઓછા ભાવે પડતર થાય છે અને રૂા.800માં કિલો વેચાય છે. ફુડ વિભાગને પગલા લેવા સૂચન કર્યુ હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement