(કેશુભાઈ માવદીયા દ્વારા) માધવપુર તા.25 : માધવપુર (ઘેડ)થી શીલ-માંગરોળ જતા હાઈવે માર્ગમાં આવેલી પોલીસ ચોકીઓમાં બાઈક-રીક્ષા ચાલકો પાસેથી પોલીસ ઉઘરાણા કરી રહી હોવાની બુમરાણ મચી છે. હાઈવે પર પસાર થતા ગ્રામીણ વિસ્તારોના બાઈક સવારોને થંભાવી જ્ઞાતિ-જાતિ નામ પછી રૂા.500નો કેસ મેમો પકડાવી ધાક ધમકી આપી જવા દેવામાં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. આ ઉપરાંત અનેક વખત ગુનાના રોજકામ માટે ધમકાવી સહી કરાવે છે જેની સહી લેવામાં આવે છે તેને કયાં પ્રકારનો ગુનો છે? તેની જાણકારી પણ હોતી નથી. કોર્ટમાં જુબાની વખતે ચિંતામાં મુકાય છે. સાંસદ અને ધારાસભ્ય હાઈવે પોલીસ ચોકીના ઉઘરાણા બંધ કરાવે તેથી માંગણી ઉઠવા પામી છે.