► આવતીકાલે દીક્ષા કલ્યાણકનો વરઘોડો: પરમાત્માની દીક્ષાવિધિ, અંજન ઘુંટવાનું તથા અંજન વહોરવાનું મંગલ વિધાન: રાત્રે અધિવાસના વિધાન, શ્રી મુનિસુવ્રત સ્વામી આદિ જિનબિંબોની અંજન શલાકા-પ્રાણપ્રતિષ્ઠા: વિધાન: શુક્રવારે પરમાત્માની પ્રતિષ્ઠા: શનિવારે દ્વારોદ્ઘાટન, સત્તરભેદી પૂજા સાથે મહોત્સવનું સમાપન
રાજકોટ તા.25
જિનશાસન પ્રભાવક આચાર્ય ભગવંત પૂ.શ્રી જયશેખરસૂરિશ્ર્વરજી મહારાજા આદિની નિશ્રામાં જયાનંદ ધામ લોનાવલાના પુનિત પ્રાંગણે શ્રી પુનિસુવ્રત સ્વામી-શ્રી શનિગ્રહયુકત મહાજિનાલયનો અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે.
તા.18મી જાન્યુઆરીથી મહોત્સવનો મંગલ પ્રારંભ થયો છે. દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા છે.
આજે તા.25મીના મહોત્સવના આઠમા દિવસે નૂતન જિનાલયમાં પરમાત્માનો લગ્ન મહોત્સવ, મામેરૂ, રાજયાભિષેક, મહોત્સવ મંત્ર વિધાન, શ્રી રાજગૃહીનગરીમાં ભગવાનના મામા-મામીનું મામેરૂ સાથે આગમન, ભગવાનના સાસુ-સસરાનું આગમન, બાદશાહી સ્વાગત, વેવાઈ- વેવાણોનું વિશિષ્ટ મિલન, પરમાત્માનું શાહી લગ્નોત્સવ, પરમાત્માનો રાજયાભિષેક, રાજયારોહણ, પરમાત્માની બહેન રાજક્ધયા, રાજકુમારી દ્વારા રાજયાભિષેક, રાજયશાસન ઉદ્ઘોષણા, નગર શેઠજી મહામંત્રીજી, સેનાપતિજી, નાણામંત્રીની સોગંદવિધિ, નવલોકાંતિક દેવનું પરમાત્માને દીક્ષા તથા વર્ષીદાનની વિનંતી સહિતના પ્રસંગો આજે શાનદાર રીતે સવારના ભાગે ઉજવાયા હતા.
આવતીકાલ તા.26મીના ગુરુવારે સવારે નૂતન જિનાલયમાં દીક્ષા કલ્યાણક વિધાન, દીક્ષા કલ્યાણકનો વરઘોડો, રાજગૃહીનગરીમાં માતા-પિતા રાજકુમારી કુલમહત્તરા દ્વારાહૃદયવેદક ઉદ્બોધન, પરમાત્માની દીક્ષા વિધિ, અંજન ઘુંટવાનું તથા અંજન વહોરવાનું મંગળ વિધાન, રાત્રે શુભ મુહૂર્તે શ્રી અધિવાસના વિધાન, શુભલગ્ને શુભ નવમાસે શ્રી મુનિ સુવ્રતદાદા આદિ જિન બિંબોની અંજનશલાકા પ્રાણ પ્રતિષ્ઠા મંગળ વિધાન તેમજ ભોજનશાળા, શ્રમણોપાસક, શ્રમણોપાસિકા આરાધના ભવન તથા હોલ તથા સેનેટેરીયમનું ઉદઘાટન તથા નામકરણ કાર્યક્રમ યોજાશે.
તા.27મીના શુક્રવારે સવારે અંજન થયેલ પ્રતિમાજીઓના શ્રી સકલ સંઘને પ્રથમ દર્શન, સમવસરણ ધર્મદેશના, નિર્વાણ કલ્યાણકના 108 અભિષેક મંગળ વિધાન, શુભ નવ માસે શુભ લગ્ને જિનાલયમાં પ્રભુજીની જાજરમાન પ્રતિષ્ઠા મહોત્સવ, નૂતન ધ્વજદંડ કળશ સ્થાપના, બપોરે જિનાલયમાં શ્રી અષ્ટોતર બૃહદ શાંતિ સ્નાત્ર મહાવિધાન ભણાવાશે.
તા.28મીના શનિવારે સવારે શુભ મુહૂર્તે જિનાલયનું દ્વારોદ્ઘાટન, ત્યારબાદ જયાનંદ ગ્રુપ તથા ભાવિકો દ્વારા સત્તરભેદી પૂજા ભણાવાશે. ત્યારબાદ સ્વામિ વાત્સલ્ય સંગ જમણ સાથે મહોત્સવનું સમાપન થશે.
પૂ.શતાવધાની આ.ની જયાનંદસૂરિ મ.ના પુણ્ય સ્મારક રૂપ નજયાનંદ ધામથ લોનાવલાને રોશની તથા સુશોભનથી શણગારવામાં આવેલ છે.