ઝુલતો પુલ દુર્ઘટના: મૃતકોના કુટુંબને વળતર ચૂકવવા ઓરેવા ગ્રુપ- જયસુખ પટેલની તૈયારી

25 January 2023 04:19 PM
Morbi Rajkot Saurashtra
  • ઝુલતો પુલ દુર્ઘટના: મૃતકોના કુટુંબને વળતર ચૂકવવા ઓરેવા ગ્રુપ- જયસુખ પટેલની તૈયારી

આખરે હાઈકોર્ટમાં ઓરેવા ગ્રુપનું સોગંદનામુ :હાઈકોર્ટમાં સોગંદનામું: કોઈ કમાણી કરવા નહી હેરીટેજ સંભાળવાના હેતુથી જ પુલનું મરામત- સંચાલન સંભાળ્યું હતું

રાજકોટ: ગુજરાતમાં દિપાવલી બાદ મોરબીમાં સર્જાયેલી ઝુલતા પુલ દુર્ઘટનામાં આજે આ પુલનું રીપેરીંગ મેઈન્ટેનન્સ તથા સંચાલક સંભાળનાર ઓરેવા કંપનીના વડા જયસુખ પટેલે ગુજરાત હાઈકોર્ટમાં એક સોગંદનામુ દાખલ કરી સમગ્ર દુર્ઘટના પર દુ:ખ અને અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે કોઈ કમાણી કરવાના કે વ્યાપારી હેતુથી ઝુલતા પુલની મરામત અને સંચાલનની જવાબદારી સંભાળી ન હતી પણ હેરીટેજ બચાવવાની અમારી કંપનીની જે પ્રવૃતિ છે

તેના ભાગરૂપે જ આ કામગીરી સંભાળી છે. તેમના સોગંદનામામાં જયસુખ પટેલે કોઈ ‘મોટા માથા’થી કે વગદારની ભલામણથી આ કામ મળ્યું હોવાનો પણ ઈન્કાર કર્યો હતો અને મૃતકના કુટુંબીજનને વળતર ચૂકવવા પણ તૈયારી દર્શાવી હતી. હાઈકોર્ટે આ દુર્ઘટનાનો સુઓમોટો લઈને સુનાવણી શરૂ કરી છે જેમાં હાલ ઓરેવા ગ્રુપના વડા જયસુખ પટેલને પક્ષકાર બનાવાયા છે અને આજે તેમના સોગંદનામા પર ટીપ્પણી કરતા કહ્યું કે વળતર ચૂકવાયા બાદ પણ જયસુખ પટેલ સામે કાનૂની કાર્યવાહી થઈ શકશે. હવે હાઈકોર્ટ સમક્ષ ઓરેવા ગ્રુપ વળતરનો પ્લાન રજૂ કરશે અને તે માન્ય થયા બાદ વધુ કાર્યવાહીનો નિર્ણય લેશે.

કાનૂની કાર્યવાહીનો વિકલ્પ ખુલ્લો રાખતી હાઈકોર્ટ: હાલ જયસુખ પટેલ પક્ષકાર
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં આજે હાઈકોર્ટે જણાવ્યું કે એક વખત ઓરેવા ગ્રુપ દ્વારા વળતર ચૂકવવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ જયસુખ પટેલ સામે કાનૂની કાર્યવાહી થઈ શકશે.


Related News

Advertisement
Advertisement
Advertisement