(કેશુભાઈ માવદીયા) માધવપુર તા.27
માધવપુર (ઘેડ) ગામે સરકારી દવાખાનામાં સ્ટાફ ગેરહાજર રહેતા દવાખાનામાં દાખલ થતા દર્દીઓ સારવારના અભાવે પરેશાન થઈ રહ્યા છે. માધવપુર ઘેડ ગામે સરકારી દવાખાનામાં આસપાસના મોટી સંક્યામાં દર્દીઓ આવતા હોય પરંતુ સ્ટાફના મહિલા કર્મચારીઓ વગર રજાએ ગેરહાજર રહેતા દર્દીઓને પુરતી સારવાર મળતી નહીં હોવાની બૂમ ઉઠી છે.
ગઈકાલે વાલીબેન અને રણજીતભાઈ માવદીયા નામના બે દર્દીઓને ઉલ્ટીની સારવારમાં દાખલ થતા એક મહિલા કર્મચારી હાજર હતા બીજા ગેરહાજર રહેતા તકલીફ વેઠવી પડી હતી. આ બાબતે આરોગ્ય તંત્ર દ્વારા તાકીદે તપાસ કરવા તેમજ સ્ટાફને નિયમીત ફરજમાં હાજર રહેવા આદેશ થાય તેવી લોકમાંગણી ઉઠી છે.