► જૂની ખડપીઠ પાસેની નાસ્તા બજારમાંથી વાસી માલ મળ્યો : બાલાજી સેન્ડવીચ, જય સીયારામ, શ્રીરામ ભેળ, આઇસ લેમનને નોટીસ
રાજકોટ, તા.27 : મ્યુનિ. કોર્પોરેશનની ફૂડ શાખાએ લાખાજીરાજ રોડ પર જુની ખડપીઠ પાસે આવેલી નાસ્તા બજારમાં ચેકીંગ કરીને 3ર કિલો વાસી રગડાના મસાલા, પાઉં, ચટણીનો નાશ કર્યો હતો. તો મીનરલ વોટરના નમુના લેવાનું પણ ચાલુ રાખ્યું છે.મવડીમાં બ્રીજની બાજુમાં નાગરિક બેંક સામે વૈદ્યવાડી-4 વિસ્તાર આવેલો છે.
અહીં આવેલ બીસ્વીન બેવરેજીસમાંથી એક લીટર પેકીંગમાં રહેલ બીસ્વીન ડ્રિંકીંગ વોટરનું સેમ્પલ લેવાયું છે તો લક્ષ્મીનગરમાં મહાદેવવાડી મેઇન રોડ પર મારૂતિ કૃપામાં આવેલ મેકસ બેવરેજીસમાંથી બીસ્ટર પેકડ ડ્રિકીંગ વોટરનું સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે. ફૂડ વિભાગ દ્વારા લાખાજીરાજ રોડ વિસ્તારમાં આવેલ 20 ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરી 32 કિ.ગ્રા. વાસી, અખાદ્ય ખોરાકનો સ્થળ પર નાશ કર્યો હતો જયારે 7 પેઢીને લાઇસન્સ મેળવવા તથા હાઇજિનિક કન્ડિશન જાળવવા સૂચના આપી હતી.
લાખજીરાજ રોડ વિસ્તારમાં આવેલ (1) રામભાઇ રગડાવાળાને ત્યાંથી 3કિ.ગ્રા. વાસી લાલ ચટણી, 2કિ.ગ્રા. લીલી ચટણી,અને 15કિ.ગ્રા.રગડાનો મસાલો સ્થળ પર નાશ કરાયો હતો. જયારે (2)ડે નાઈટ ફાસ્ટફૂડમાંથી 3કિ.ગ્રા. વાસી બટાટા, 2કિ.ગ્રા. વાસી પાઉં તથા 7કિ.ગ્રા. વાસી ચીપ્સનો નાશ કરાયો હતો. જયારે (3)ટુ સ્લાઇસ (બાલાજી સેન્ડવીચ) (4)મેસર્સ પોપટલાલ કંપની (5)જય સિયારામ સિઝન સ્ટોર્સ (6)શ્રી રામ ભેળ હાઉસ અને (7)આઈસ લેમન સરબતને લાઇસન્સ મેળવવા સૂચના અપાઇ હતી.
ઉપરાંત (08)રામજીભાઇ અનાનસવાળા (09)પતિરા બ્રધર્સ (10)ટી.કે. કામદાર (11)રાજદીપ કોલ્ડ્રિંક્સ આઈસ્ક્રીમ (12)સાગર પાન(13)શ્રી સત્યવિજય પટેલ આઇસ્ક્રીમ (14)ઇકબાલ રેસ્ટોરેન્ટ(15)નેશનલરેસ્ટોરેન્ટ (16)જય અંબે પાણીપૂરી (17)પલાણ કોલ્ડ્રિંક્સ(18) જે.કે. લીંબુ સરબત (19)રવિરાજ ભેળ હાઉસ (20)ઈન્ડિયા બેકરીમાં તપાસ કરાઇ હતી.