વડોદરા: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની સુરક્ષામાં આજે એક મોટી બેદરકારી બહાર આવી હતી. શ્રી પટેલ આજે ચેમ્બર્સ ઓફ કોમર્સ આયોજીત એક કાર્યક્રમમાં અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પરીક્ષાએ ચર્ચા કાર્યક્રમમાં પણ ભાગ લેવાના હતા તે પુર્વે તેઓ અહીના કમાટીબાગમાં આયોજીત બાળમેળાના કાર્યક્રમમાં ભાગ લેનાર હતા. અહી તેઓ સ્ટેજ પર હતા તે સમયે જ એક ડ્રોન અહી ઉડતું આવ્યું હતું અને મંચ આસપાસ ઘુમરાવા લાગ્યું હતું. જે જોઈ સુરક્ષા જવાનો સાવધ થઈ ગયા હતા અને તુર્તજ નજીક જ આ ડ્રોન ઉડાડી રહેલા એક વ્યક્તિની અટકાયત કરી હતી. વાસ્તવમાં આ ડ્રોન ફોટોગ્રાફી માટે મંજુરી લીધી હતી કે કેમ અને શા માટે તેણે ખતરનાક રીતે ડ્રોન ઉડાડયુ તે પુછપરછ શરુ કરી છે.