રાજકોટ,તા.28 : જસદણના આંબેડકર નગરમાં રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી 300 લીટર દેશી દારૂ સાથે પ્રફુલ ઉર્ફે ઢાળીયોને દબોચી રૂ।.6 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.દરોડાની વિગત અનુસાર, જસદણ પોલીસ મથકના પી.આઈ.ટી.બી.જાનીની રાહબરી એ.એસ.એ.ઈ.બી.એચ.માલીવાડ અને કોન્સ્ટેબલ સંજય મેટાળીયા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં ત્યારે જસદણના આંબેડકરનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં દેશી દારૂનો જથ્થો ઉતારાયો હોવાની ચોકકસ બાતમીના આધારે સ્ટાફે મકાનમાં દરોડો પાડી મકાનમાં છુપાવેલ દેશી દારૂ 300 લીટર જપ્ત કરી મકાનમાલીક પ્રફુલ ઉર્ફે ઢાળીયો કનુ પરમાનને દબોચી રૂ।.છ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પુછપરછમાં આરોપી દેશી દારૂનો જથ્થો વેચાણ માટે રાખ્યો હોવાની કબૂલાત આપી હતી.