રાજકોટ તા.28 : પાલીતાણા મુકામે દીક્ષાયુગ પ્રવર્તક વ્યાખ્યાન વાચકપતિ વિજય રામચંદ્વ સુરીજી મહારાજાના પરમ શિષ્ય શાસનૈકલક્ષી મુનિપ્રવર શ્રી હિતરૂચિ વિજયજી મહારાજના સંસારી પક્ષે ભત્રીજા દીક્ષાર્થી સેેતુકકુમારનો દીક્ષા મહોત્સવ તા.26 મી ના અનેરા ધર્મોલ્લાસ સાથે સંપન્ન થયો. ગઈકાલે મુમુક્ષુ સેતુકકુમારે પ્રવજયાના પંથે પગલા માંડયા અને નવદીક્ષિતનું નામ મુનિશ્રી ત્રિભુવન હિતવિજયજી મહારાજ જાહેર કરાયુ હતું.દીક્ષા મહોત્સવમાં દીક્ષાર્થી સેતુક કુમારના વિજય તિલકનો ચડાવો 2,77,71,271 કાંબળીનો ચડાવો 51 લાખ, કપડોનો ચડાવો, 45 લાખ, ચોલપટ્ટોનો 41 લાખ, કંદો2ાના 31 લાખ, પોથીનો 31 લાખ, નવકારવાળીનો 41 લાખ, પાતરાનો 36 લાખ, તરપણી ચેતનો 31 લાખ, દોડોનો 27 લાખ, કટાસણું, મુહપથી, ચરવાણે (ઘેર લઈ જવા) 18 લાખનો ચડાવો થયો હતો. દીક્ષાના ઉપકરણોમાં કરોડોનો ચડાવો બોલાયો હતો.દીક્ષાર્થી સેતુકકુમારનો વર્ષીદાનનો વરઘોડો પાલીતાણાની બજારમાં ભવ્ય રીતે નીકળ્યો હતો. જુદા જુદા પ્રાંતોમાંથી બેન્ડ બોલાવાય હતા. દીક્ષા મહોત્સવ યાદગાર બન્યો હતો.