રાહુલની ઐતિહાસિક ભારત જોડો યાત્રા સંપન્ન: શ્રીનગરમાં વિપક્ષોની રેલી

30 January 2023 11:27 AM
India Politics
  • રાહુલની ઐતિહાસિક ભારત જોડો યાત્રા સંપન્ન: શ્રીનગરમાં વિપક્ષોની રેલી

લાલચોકમાં તિરંગો ફરકાવતા રાહુલ: પ્રિયંકા હાજર : 4080 કિમીની પદયાત્રા 145 દિવસમાં પુરી કરી રાહુલ ગાંધી શ્રીનગરમાં: 12 વિપક્ષો સાથે રેલી: મમતા સહિતના નેતાઓ ગેરહાજર

શ્રીનગર: 12 રાજયો બે કેન્દ્રશાસીત પ્રદેશ 4080 કિમી અને 145 દિવસ... કોંગ્રેસના રાષ્ટ્રીય અગ્રણી રાહુલ ગાંધીની ઐતિહાસિક બની રહેલી ભારત જોડો યાત્રા આજે સમાપન પુર્વે વિપક્ષનો મેગા-શો પણ યોજાય છે. આ મેગા-સમારોહમાં સામેલ થવા 12 વિપક્ષી દળોને આમંત્રણ છે.

ગઈકાલે શ્રીનગરના લાલચોકમાં ત્રિરંગો લહેરાવીને રાહુલ ગાંધી આજે શ્રીનગરમાં કોંગ્રેસના વડામથક ખાતે ઔપચારીક સમારોહ બાદ શેર-એ-કાશ્મીર સ્ટેડિયમ ખાતે વિપક્ષી નેતાઓ સાથે રેલી યોજશે. લાલચોકમાં રાષ્ટ્રધ્વજ લહેરાવતા સમયે તેમના બહેન તથા મહામંત્રી પ્રિયંકા ગાંધી પણ હાજર હતા. રાહુલના ગઈકાલે લાલચોકમાં ત્રિરંગો ફરકાવાના સમયે મહતમ સુરક્ષા આપવામાં આવી હતી તથા બેરીકેડ લગાવીને પ્રવેશ મર્યાદીત રાખવામાં આવ્યો હતો.

રાહુલ ગાંધીએ એક પત્રકાર પરિષદમાં તેમને આ યાત્રાને ભારે પ્રતિસાદ પર આનંદ વ્યક્ત કરતા કહ્યું હતું અને જણાવ્યું કે મે પણ આ ઉમ્મીદ રાખી ન હતી. આજની રેલીમાં ડીએમકે, એનસીપી, આરજેડી, જનતાદળ (યુ), શિવસેના (ઠાકરે ગ્રુપ) સીપીઆઈ- સીપીએસ, નેશનલ કોન્ફરન્સ, પીડીપી તથા ઝારખંડ મુક્તિ મોરચાના પ્રતિનિધિઓ હાજર હતા. જો કે વાયએસઆર કોંગ્રેસ, બીજેડી તૃણમુલ કોંગ્રેસ, અન્નાડીએમકે સામેલ થશે નહી.


Related News

Advertisement
Advertisement
Advertisement