બે વર્ષના પ્રોજેકટમાં ત્રણ વર્ષની ઢીલ : રાજકોટ-અમદાવાદ સિકસ-લેન હાઈવે પ્રોજેકટ હજુ અધ્ધરતાલ

30 January 2023 11:54 AM
Ahmedabad Gujarat Rajkot
  • બે વર્ષના પ્રોજેકટમાં ત્રણ વર્ષની ઢીલ : રાજકોટ-અમદાવાદ સિકસ-લેન હાઈવે પ્રોજેકટ હજુ અધ્ધરતાલ

► કોન્ટ્રાકટર ડીફોલ્ટ થતા પેટા કોન્ટ્રાકટરની છૂટ્ટ આપવા છતાં પ્રોજેકટ પાટે ચડતો નથી: સરકારી અધિકારીઓની કામગીરી પણ શંકાસ્પદ: આરટીઆઈ હેઠળ જવાબમાં ચોંકાવનારા ખુલાસા

► કોન્ટ્રાકટર કંપનીને નાણાં સંસ્થાએ હસ્તગત કરી લીધી, હકિકત છુપાવાઈ: પ્રોજેકટના નિયત સમય સુધી કોઈ સુપરવિઝન જ ન થયું: સમય મર્યાદા પૂર્ણ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છતાં કોન્ટ્રાકટર ગાંઠતા નથી

રાજકોટ તા.30 : રાજકોટ-અમદાવાદ વચ્ચેનો મહત્વાકાંક્ષી સીકસ-લેન પ્રોજેકટ નિર્ધારીત કરતાં ત્રણ વર્ષ મોડો થયો છે અને તે કયારે પૂર્ણ થશે તેની કોઈ સમયમર્યાદા ન હોવાનું ચિત્ર છે.વાહન ચાલકો ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે.રાજકોટ-અમદાવાદ સિકસ-લેન હાઈવે પ્રોજેકટ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનકાળ વખતથી ચાલી રહ્યો છે. તેમનાં શાસન કાળમાં જ પૂર્ણ થવાનો હતો. પરંતુ હજુ સુધી તેવા કોઈ એંધાણ નથી. પ્રોજેકટ નિયત સમય મર્યાદા કરતા ત્રણ વર્ષ મોડો થઈ જ ચુકયો છે. હાઈવે પર ઠેકઠેકાણે ડાયવર્ઝન તથા બ્લોકેજને કારણે મુસાફરી કરતા વાહન ચાલકો ભારે હાડમારી વેઠી રહ્યા છે. રાજય સરકારના માર્ગ મકાન મંત્રાલયનાં હાઈવે વિભાગ દ્વારા અપાતી નોટીસોનો પણ કોન્ટ્રાકટર કોઈ જવાબ આપતા નથી.

સરકારી વિભાગ તથા કોન્ટ્રાકટર વચ્ચેનાં સંપર્ક વ્યવહારો માહિતી અધિકાર કાયદા અંતર્ગત અરજી થતા જાહેર થયા છે. આરટીઆઈ અરજીનાં જવાબમાં એમ કહેવાયું હતું કે હાઈવેના ચાર વિભાગોનાં કામના કોન્ટ્રાકટ ધરાવતા બે કોન્ટ્રાકટર ડીફોલ્ટ થયા છે અને માત્ર 40-50 ટકા કામ જ પૂર્ણ થઈ શકયુ છે. આ સિકસ-લેન હાઈવે પ્રોજેકટ જાન્યુઆરી 2020 માં પૂર્ણ કરવાનો હતો. સાયલા-બામણબોર વિભાગનો કોન્ટ્રાકટ ધરાવતા સદભાવ એન્જીનીયરીંગને હાઈવે વિભાગ 21 ડીસેમ્બર 2022 ના રોજ નોટીસ ફટકારી હતી. પત્ર વ્યવહાર મુજબ કોન્ટ્રાકટરની નબળી આર્થિક હાલતને લક્ષ્યમાં લેવામાં આવી હતી અને તેના આધારે પેટા-કોન્ટ્રાકટરને છુટ આપવા સાથે કામનું પેમેન્ટ સીધુ પેટા કોન્ટ્રાકટરને આપવા મંજુરી આપવામાં આવી હતી. પ્રોજેકટ પાટે ચડાવવા આ નિર્ણય લેવાયો હતો.

પરંતુ દ્વિપક્ષી કરાર કરવામાં બીનજરૂરી ત્રણ મહિના વેડફી નાખવામાં આવ્યા હતા અને છેવટે ઓકટોબર 2022 માં તે શકય બન્યુ હતું. હાઈવે વિભાગનાં એન્જીનીયરે 24 નવેમ્બર 2022 માં એવુ પણ નોંધ્યુ હતું કે કોન્ટ્રાકટર અથવા પેટા કોન્ટ્રાકટર ઓથોરીટીની મંજુરી વિના જ સીમેન્ટ, સ્ટીલ સહિતની સામગ્રી તથા સાધનો પાછા લઈ ગયા છે. કામદારોને પણ ખસેડી લીધા હતા. બગોદરા-લીમડી વિભાગનાં હાઈવેનું કામ પણ આ જ કોન્ટ્રાકટરને આપવામાં આવ્યું છે. જયારે રાજકોટ-બામણબોર વિભાગનું કામ વરાહા ઈન્ફ્રાને સોંપવામાં આવ્યું છે. હાઈવે વિભાગે ક્ન્સ્લટન્ટ તથા સુપરવાઈઝર એજન્સીને પાઠવેલા પત્રમાં એવી નોંધ છે કે કોન્ટ્રાકટરની કંપનીને નાણા સંસ્થાએ હસ્તગત કરી લીધી હોવાનું સુત્રોમાંથી નાણા સંસ્થાએ હસ્તગત કરી લીધી હોવાનું સુત્રોમાંથી જાણમાં આવ્યું છે અને મહત્વની હકીકતો છુપાવવામાં આવી હતી.

પત્રમાં એવો પણ ઉલ્લેખ છે કે કોન્ટ્રાકટરનો ઈરાદો પ્રોજેકટમાંથી હાથ ખંખેરી નાખવાને જ જણાય છે. માર્ગ-મકાન વિભાગના તમામ સીનીયર અધિકારીઓને આ પત્રની નકલ મોકલવામાં આવી હતી. કન્સલ્ટન્ટ દ્વારા એવુ કહેવાયુ હતું કે કોન્ટ્રાકટ પ્રોજેકટ કરારનું પાલન કરવાનો ઈરાદો ધરાવતો ન હોવાનું જણાય છે.અનેક તક અને ચેતવણી આપી હોવા છતાં અસર નથી. લીમડી-સાયલા વિભાગનું કામ પણ આજ કોન્ટ્રાકટરને આપવામાં આવ્યું છે. માહિતી અધિકાર કાર્યકર્તા શૈલેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું કે આરટીઆઈ હેઠળ બે અરજી કરવામાં આવી હતી. પ્રોજેકટની સમય મર્યાદા પૂર્ણ થયા પછી જ સરકારી વિભાગોએ નોટીસ-ચેતવણી આપ્યા હતા. પ્રોજેકટ માટે 730 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ કોઈ સુપરવિઝન થયુ ન હતું. અધિકારીઓની બેદરકારીથી સહકારી તિજોરી રાષ્ટ્રને નુકશાન ન જ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement