નવી દિલ્હી તા.30 : આજે નાનુ બાળક રમકડાને બદલે મોબાઈલથી ખૂશ થઈ જાય છે. પીએમ મોદીએ પરીક્ષા પે ચર્ચા દરમ્યાન બાળકો માટે 6 કલાક સ્ક્રીન ટાઈમને લઈને ચિંતા વ્યકત કરી હતી.બીજી એમ્સના ડોકટરે બાળકોમાં વધતા માયોવિકા (દુરની વસ્તુઓ સ્પષ્ટ ન દેખાવી)નું એક કારણ બાળકોમાં વધતા સ્ક્રીન ટાઈમને પણ ગણાવ્યા છે. એમ્સની ગાઈડલાઈન અનુસાર એક દિવસમાં મેકિસમમ બે કલાકી વધુ સ્ક્રીન ટાઈમ ન હોવો જોઈએ.આંખના નિષ્ણાંતોનું કહેવુ છે કે સ્ક્રીન જેટલો નાનો હશે એટલી સમસ્યા વધશે. મોટી સ્ક્રીનના બદલે મોબાઈલ પર કામ કરવુ વધુ પ્રેસર નાખે છે.
એમ્સનાં ડોકટરે ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો પરિસ્થિતિ આમ જ રહી તો 2050 સુધીમાં 40 થી 45 ટકા બાળકો માયોપિયાનો શિકાર બની જશે. એમ્સના આરપી સેકટરના ચીફ ડો.જી.એસ.તિતિમાલે જણાવ્યું હતું કે 2015-16 સુધી સ્કુલી બાળકોમાં 10 થી 12 ટકામાં માયોવિયા થતું હતું. પરંતુ કોરોના બાદ બાળકોમાં ડિઝીટલ ટાઈમ ઘણો વધી ગયો છે.તેના કારણે હવે તેમાં પણ વધારો થઈ ગયો છે. આ મુદ્દે હજુ અભ્યાસ ચાલુ છે. જેમાં કોરોના પહેલા, કોરોના દરમ્યાન અને કોરોના બાદની સ્થિતિ પર સ્ટડી થઈ રહ્યું છે. ડોકટરે જણાવ્યું હતું કે માયોપિયામાં આંખની કીકીની સાઈઝ વધી જાય છે અને તેના કારણે પ્રતિબિંબ રેટીના પર નહિં બનતું બલકે તેનાથી થોડુ અલગ હટીને બને છે.
જેથી દુરની વસ્તુઓ ધુંધળી બને છે. પરંતુ નજીકની વસ્તુ ઠીક દેખાય છે. સેન્ટર ફોર સાઈટના ડાયરેકટર ડોકટર મહિપાલ સચદેવે જણાવ્યું હતું કે સ્ક્રીન ટાઈમ વધવાથી સ્કુલના બાળકોમાં માયોપિયા તો વધ્યો જ છે. સાથે સાથે તેમનાં ચશ્માના નંબર પણ વધી રહ્યા છે. ડોકટરોના જણાવ્યા મુજબ વધુ સ્ક્રીન જોવાથી અને એકીટશે જોવાથી આંખો સુકાવા લાગે છે. બાળકોને સ્પીચ ડિસ ઓર્ડર કે મોડેથી બોલવાની સમસ્યા પેદા થાય છે. આમાંથી બચવા સ્ક્રીન ટાઈમ માટે ટાઈમ ફિકસ કરવો જોઈએ. બાળકોને શારીરીક-પ્રવૃતિ માટે પ્રેરિત કરવા જોઈએ.