હવે મંત્રીઓને 400 દિવસનો ટાસ્ક આપતા મોદી: સોશ્યલ મિડિયાથી લોકો સુધી પહોચો

30 January 2023 12:15 PM
Government India Technology
  • હવે મંત્રીઓને 400 દિવસનો ટાસ્ક આપતા મોદી: સોશ્યલ મિડિયાથી લોકો સુધી પહોચો

♦ પક્ષ બાદ હવે સરકાર પણ ચૂંટણી મોડમાં

♦ સંસદનાં બજેટ સત્ર પુર્વે પાંચ કલાકની પુર્ણ કેબીનેટ બેઠક: સરકારની કામગીરીનું પ્રેઝન્ટેશન થયું

નવી દિલ્હી: સંસદના બજેટ સત્ર પુર્વે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય કેબીનેટની એક પુર્ણ બેઠકને સંબોધન કરતા લોકસભા ચૂંટણી પુર્વે 400 દિવસ જ બાકી રહ્યા છે તે બાદ અપાયેલ 2014માં શાસનમાં આવ્યા બાદ સરકાર દ્વારા કરવામાં આવેલા સારા કામો સોશ્યલ મીડીયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા જણાવ્યું હતું.

મોદી દ્વારા બજેટ સત્ર પુર્વે મંત્રીમંડળમાં ફેરફાર થશે તેવા સંકેતોને ખોટા ઠેરવતા શ્રી મોદીએ તમામ મંત્રીઓને હવે આગામી લોકસભા ચૂંટણી માટેના લક્ષ્ય માટે કામ કરવા જણાવ્યું હતૂં.

આ બેઠકમાં અનેક મંત્રાલયો તરફથી તેમના પ્રોજેકટના પ્રેઝન્ટેશન કરાયા હતા. હાલમાં જ ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં શ્રી મોદીએ પક્ષના કાર્યકર્તાઓને આગામી 400 દિવસમાં સમાજના તમામ વર્ગના લોકો સુધી પહોચવા સલાહ આપી હતી. પુર્ણ કેબીનેટ બેઠકમાં ખાસ કરીને પીએમ આવાસ યોજના, ઉજવલા ગેસ યોજના, કારોનાકાળથી આજ દીન સુધીની 80 કરોડ લોકોને મફત અનાજ યોજના સહિતની યોજનાઓના લાભો જેઓને મળ્યા છે.

તેમનો ખાસ સંપર્ક કરી તમોને સરકારની વધુ યોજનાઓના લાભો મળે તે જોવા આયોજન કરવા મંત્રીઓને જણાવ્યું હતું. લગભગ પાંચ કલાક ચાલેલી આ બેઠકમાં સરકારની આઠ વર્ષથી વધુ સમયના કામગીરીનો એક ડિજીટલ રિપોર્ટ પણ રજુ થયો હતો. ઉપરાંત સરકારના આગામી સમયના પ્રોજેકટ અંગે પણ ચિતાર અપાયો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement