કેલિફોર્નિયા (અમેરીકા) તા.30 : હૃદયની બિમારી અને સ્થુળતાનો સામનો કરી રહેલા લોકો માટે સુકો મેવો વરદાન સમાન છે. બદામ,કાજુ, પિસ્તા, અખરોટ, બ્રાઝીલ નટસ, હેઝલનટ, મેકાડામિયા નય, પિકૈન અને ચિલગૌજા સહીત વિભિન્ન પ્રકારનાં સુકા મેવાનું સેવન ટ્રિપ્ટોફન (એક પ્રકારનો એમિનો એસીડ) મેટાબોલિઝમને વધતુ રોકી દે છે. સંશોધકોએ ઓનલાઈન પ્રકાશિત અધ્યયન જર્નલ ન્યુટ્રિએન્ટસમાં આ દાવો કર્યો છે. આથી મૂડને નિયંત્રીત કરનાર એરોટોનિન હાર્મોન અને હૃદયને સુરક્ષીત રાખનારા ટ્રિપ્ટોફન મેટાબોલિઝમ બન્નેમાં વધારો થાય છે. ટ્રિપ્ટાફન જ મેટાબોલિઝમ જ ખાનપાનને ઉર્જામાં બદલે છે.
43 ગ્રામ સુકોમેવો ફાયદાકારક: કેલિફોર્નિયા વિશ્વ વિદ્યાલયમાં આ પહેલા થયેલા અધ્યયનમાં જાણવા મળ્યુ હતું કે 24 વીક્માં વજન ઘટાડવા અને વ્યવસ્થાપન દરમ્યાન દરરોજ પ્રેટજેલ (એક પ્રકારની બ્રેડ) તુલનામાં 1.5 ઔસ (લગભગ 43 ગ્રામ) સુકો મેવો ખાવાથી ઓછુ વજન અને પેટ ભરેલુ હોવાનો અનુભવ થાય છે. સંશોધનમાં જાણવા મળ્યુ છે કે સુકામેવાથી બ્લડ પ્રેસર અને હૃદયની ગતિમાં પણ ઘટાડો થાય છે.
બ્લડ એરોટોનિનનાં સ્તરમાં થાય છે વૃધ્ધિ: મિશ્રિત સૂકો મેવો ખાનારાઓમાં બ્લડ સેરોટોનિનનાં સ્તરમાં વધારો થયો હતો. રકમ એરોટોનિનનું સ્તર 12 અને 24 સપ્તાહમાં 60.9 અને 82.2 ટકા સુધી વધી ગયુ હતું. સેરોટોનિન એક એવુ રસાયણ છે જે મસ્તિષ્ક અને શરીરમાં તંત્રિકા કોશિકાઓ વચ્ચે સંદેશ પહોંચાડે છે. ગઠ્ઠા જામવા જેવા કાર્યોમાં ભૂમિકા ભજવે છે.