(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.30
ભાવનગર ના અગ્રણી ઉધોગપતિ શ્રી ઓધવજી ભાઈ પટેલ નાવડા વાળાનું રાષ્ટ્રીય પર્વ 26 જાન્યુઆરી રોજ પ્રજાસત્તાક દિને બોટાદ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય ના ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજી,ધારાસભ્ય શ્રી શંભુનાથ ટુનડયાજી, ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા,તથા પૂર્વ મંત્રી તથા જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વીરાણી જીલ્લા કલેકટર શ્રી તથા જીલ્લા ડીએસપી તથા અન્ય આગેવાનો ની ઉપસ્થિતિ માં સન્માન કરવામાં આવ્યું હતું.
ઓધવજી ભાઈ પટેલ નાવડા એટલે સેવાનુ સમીયાણુ. વરસો પહેલાં ભાવનગર થી અમદાવાદ જવા માટે ધંધુકા થી જવાતું હતું અને તે સમયે ધંધુકા આજુ બાજુ ખુબ અકસ્માતો સર્જાતા હતા. તે સમયે ધંધુકામાં મોટી હોસ્પિટલ ન હતી ધંધુકા થી તાત્કાલિક સારવાર માટે ભાવનગર અને અમદાવાદ સો સો કીલોમીટર દુર થાય આથી સારવાર ના અભાવે અવસાન ની ઘટનાઓ બનતી આથી ઓધવજી ભાઈ એ અંગત રસ લઇ ધંધુકા ની નજીક દશ વિઘા જમીન લઈ ને આર.એમ.એસ હોસ્પિટલ ઉભી કરી ડોક્ટર ને રહેવા માટે ક્વાર્ટર બનાવ્યા જેથી તાત્કાલિક સારવાર મળી રહે અને હોસ્પિટલ ખાતે સતત ઓધવજી ભાઈ ની હાજરી હોય છે એકદમ રાહતદરે સારવાર આપવામાં આવે છે જરૂરિયાત મુજબ ના પરીવારોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે તેમજ નાતજાતના ભેદભાવ વગર છેલ્લા ચાર વર્ષથી નાવડા ગામ તથા આજુબાજુના ગામો માંથી બહેનો ને વિનામૂલ્યે જાત્રા કરાવે છે તથા ગાયો માટે નિરણ આપે છે.
ઓધવજી ભાઈ ધંધુકા તાલુકામાં સેવા કાર્ય કરે છે અને ભાવનગરમાં અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે રોજ બે ચાર સેવા કાર્ય કરે છે હાલમાં 78 વર્ષે ની ઉંમરે આમ આવા સેવા કાર્ય કરે છે તેના જીવનમાં પ્રેરણા લેવા જેવી છે.