રાજકોટ,તા.30 : ગત શનિ-રવિ દરમ્યાન વેર્સ્ટન ડિસ્ટર્બન્સનાં કારણે રાજયમાં વિવિધ સ્થળોએ માવઠું થયા બાદ હવે વેર્સ્ટન ડિસ્ટર્બન્સ પસાર થઈ ગયું છે. આથી, હવે રાજયમાં વાતાવરણ સુર્યપ્રકાશિત રહેશે.અને આવતા ચારથી પાંચ દિવસ સુધી ઠંડીમાં ઘટાડો થશે. અને સવારનું તાપમાન 12 થી 15 ડિગ્રી, આસપાસ નોંધાવશે. તેવું હવામાન કચેરીએ જણાવેલ છે.
દરમ્યાન આજે પણ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મોટાભાગમાં સ્થળોએ ડબલ ડિઝીટમાં, તાપમાન સાથે ઠંડી સામાન્ય રહી હતી. જો કે માત્ર કચ્છનાં નલિયામાં જ 6.8 ડિગ્રી સાથે તિવ્ર ઠંડી અનુભવાઈ હતી.આજે સવારે રાજકોટ શહેરમાં 12.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે 11 કી.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાયો હતો.તેમજ અમદાવાદમાં 16, વડોદરામાં 17.6, ભાવનગરમાં 14.8, અને ભુજમાં 12.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું. જયારે દમણમાં 18.8 ડિસામાં 13.5, દિવમાં 13.4, દ્વારકામાં 16.8, ગાંધીનગરમાં 14.3, અને જૂનાગઢમાં 18.2 ડિગ્રી લધુત્તમ તાપમાનને નોંધાવા પામ્યું હતું.
ઉપરાંત કંડલા ખાતે 13.8, ઓખામાં 18.4, પાટણમાં 12.6, પોરબંદરમાં 11.9, સુરતમાં 18 અને વેરાવળમાં 14.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું. દરમ્યાન ગત શનિવારે સાંજે ભરશિયાળે માવઠું થતા ઠેર-ઠેર પાણી-પાણી થઈ ગયુ હતું.અને જામનગર તાલુકાનાં ફલ્લા તથા નજીકનાં ગામોમાં શનિવારે સાંજે એકાએક કમોસમ વરસાદમાં છાંટા પડવા હતા. વાતાવરણમાં પલ્ટાવો આવતા ભરશિયાળે વરસાદનાં છાંટા પડયા હતાં. ખેડૂતોનાં જણાવ્યા મુજબ આ કમોસમી છાંટાથી પાકને નુકશાન છે.