રાજકોટ તા.30 : જસદણના બાખલવડ ગામે ખેડૂતના મકાનમાં બંધબારણે ચાલતી જુગાર કલબમાં રૂરલ એલસીબીએ દરોડો પાડી પાંચ શખ્સોને દબોચી રોકડ મોબાઈલ મળી રૂા.80500નો મુદામાલ કબ્જે કર્યો હતો જયારે એક શકુની નાસી છુટયો હતો. દરોડાની વિગત અનુસાર, રૂરલ એલસીબી પીઆઈ વિજય ઓડેદરાની રાહબરી હેઠળ પીએસઆઈ ડી.પી.ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો
ત્યારે જસદણના બાખલવડ ગામે મકાનમાં બંધબારણે જુગાર ચાલે છે તેવી બાતમીના આધારે હેડકોન્સ્ટેબલ પ્રણવ સાવરીયા સહિતના સ્ટાફે ખેડુત ખીમા ગોવિંદ સરૈયા (ઉ.વ.39)ના મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ખીમા ભરવાડ (રહે. બાખલવડ, જસદણ), અશોક કચરા બાંભણીયા (ઉ.વ.45) (રહે. કમળાપુર, જસદણ), પ્રેમજી જીવરાજ ચાવડા (ઉ.વ.42), (રહે. ગઠડીયા, જસદણ), પ્રવિણ રઘુ ગાબુ (ઉ.વ.32), (રહે. ઢોકળવા, ચોટીલા), કાળુ કેશુ રામાવત (ઉ.વ.45) (રહે.જસદણ)ને દબોચી રોકડા 55500 અને મોબાઈલ પાંચ મળી રૂા.80500નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી. જયારે દરોડા દરમ્યાન જુગાર વિભા કુરજી પલાડીયા નાસી છુટતા શોધખોળ આદરી હતી.