અમદાવાદ,તા.30
ગુજરાતમાં વારંવાર પેપર ફુટવાની ઘટના અંગે ગુજરાતી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને પોરબંદરમાં ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા અને મીડિયા ડિપાર્ટમેન્ટના ક્ધવીનર અને પ્રવકતા ડો. મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહારો કર્યો છે.
ગુજરાતમાં ભાજપ સરકાર ભ્રષ્ટાચારની તમામ હદો વટાવી ચુકી છે. વધુ એક વખત સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટ્યું છે. તાજેતરની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 9 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય રોડાયા છે, સપના તૂટ્યા છે. ગુજરાતનાં લાખો યુવાનો પોતાનું સેન્ટર અન્ય જિલ્લામાં હોવાને લીધે એક દિવસ વહેલા સેન્ટર પર પહોંચવા ગયા હતા. ઘણા લાંબા સમયની મહેનત અને પરિશ્રમ બાદ સરકારી નોકરી મેળવવાના સ્વપ્ન સાથે પહોંચેલા યુવાનોને સરકારી નોકરીની જગ્યાએ પેપરલીક કાંડ મળ્યું અને જીવનનાં અમૂલ્ય પાંચ વર્ષ વેડફાઈ ગયા. પકોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવેથ તેવી માત્ર મોટી મોટી કરતી ભાજપ સરકારનાં રાજમાં ભૂતકાળમાં વર્ષ 2014થી સતત પેપર લીકની ઘટનાઓ થતી આવી છે છતાં મુખ્ય સૂત્રધાર-ચમરબંધીને પકડવાના સદંતર નિષ્ફળ નીવડી છે.
વર્ષ 2019માં પણ બિનસચિવાલય ક્લાર્કનાં પેપરલીક કાંડમાં ન્યાય માટે ગુજરાતનો યુવાન રસ્તા પર આવ્યા હતા. જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીકનાં આરોપીઓને સત્વરે પકડી યોગ્ય કાર્યવાહી કરી ગુજરાતનાં લાખો યુવાનોના ન્યાય અપાવવા આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુન મોઢવડિયાએ જણાવવું હતુ કે આ પેપર નથી ફૂટ્યું પરંતુ ગુજરાતના લાખો યુવાનોનું ભાગ્ય ફૂટ્યું છે જેના માટે ગુજરાતની ભાજપ સરકાર જવાબદાર છે. છેલ્લા કેટલાય વર્ષોથી પેપરો ફૂટી રહ્યા છે વર્ષ 2014 થી લગભગ 31 જેટલા ફૂટ્યા-ગેરીરીતિ સામે આવી છે. તેમ છતાં શા માટે ભાજપ સરકાર પેપર ફૂટવાની ઘટનાઓને રોકી શકતી નથી? ભાજપ સરકારનાં રાજમાં ભરતી એજન્સીઓ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની છે અને ભરતી એજન્સીઓ પૈસા ભેગા કરીને નાણાંનાં કોથળા કમલમમાં ઠલવવાનું કામ કરી રહ્યું છે. ભાજપના આ ભ્રષ્ટાચારી મોડેલનો ભોગ ગુજરાતના લાખો યુવાનો બની રહ્યા છે.
ગુજરાતના યુવાનોના ભવિષ્યને સાથે ચેડા કરનાર ભાજપ સરકારને એક દિવસ પણ સત્તામાં રહેવાનો અધિકાર નથી. ચૂંટણીના સમયે મૂળ મુદ્દાઓને બદલે અન્ય મુદ્દાઓ લઈ ચૂંટણી જીતી અને કહે છે
કે અમને જનમત મળ્યો છે. શું જનમત ભ્રષ્ટાચાર કરવાનો મળ્યો છે? પેપર ફોડવાનો મળ્યો છે? છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના લાખો યુવાનો સરકારી ભરતી માટે નિષ્ઠાપૂર્વક મહેનત કરતા હોય છે. ગુજરાતમાં પારદર્શક- સુરક્ષિત- નિયમિત રીતે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ છે ત્યારે પેપર લીકમાં સંડોવાયેલ લોકો - અધિકારીઓ પર યોગ્ય કાર્યવાહી કરી સખત પગલા ભરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.