પટના (બિહાર) તા.30 : બિહારમાં રાજકીય અટકળો દરમિયાન સીએમ નિતીશકુમારે આજે સ્પષ્ટ જણાવ્યું હતું કે તે મરી જવાનું પસંદ કરશે પણ ભાજપમાં કયારેય નહી જાય. ભાજપે સ્પષ્ટ કર્યુ હતું કે નિતીશકુમાર માટે ભાજપના દરવાજા બંધ છે ત્યારે નીતીશકુમારે પલટવાર કરતા ઉપરોક્ત શબ્દો ઉચ્ચાર્યા હતા. સોમવારે મહાત્મા ગાંધીની પુણ્યતિથિના અવસર પુર્વે સીએમે જણાવ્યું હતું કે બાપુ તો બધાને બચાવી રહ્યા હતા. બધાને સાથે રહીને ચાલતા હતા, એટલે તેમની હત્યા થઈ હતી. નીતીશે વધુમાં જણાવ્યું હતું કે બાપુ શુ ઈચ્છતા હતા એ કોઈએ ના ભુલવુ જોઈએ, આ લોકો (ભાજપ) જેટલા પણ ભુલવવા માંગે, આપણે બાપુને ભુલવાના નથી. અમને તો મરી જવું કબુલ છે.