મુંબઈ: સન્નીદેઓલની સુપરહીટ ફિલ્મ ‘ગદર’ની સિકવલ ‘ગદર-2’આ વર્ષે 11 ઓગસ્ટે સ્વાતંત્રદિન વીક એન્ડમાં રીલીઝ થઈ રહી છે.હાલમાં જ ફિલ્મ મેકરે ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે. છેલ્લ ફિલ્મ ‘ગદર’માં પાકિસ્તાનમાં હેન્ડ પંપ ઉખાડીને ચર્ચામાં આવેલો સન્ની દેઓલ આ વખતે પોસ્ટરમાં એક મોટા હથોડા સાથે નજરે પડે છે.
‘ગદર’માં ભારત-પાક્નાં ભાગલા અને 1947 અને તેના પછીનાં સમયનું બેક ગ્રાઉન્ડ હતું. જયારે ‘ગદર-2’માં કથામાં 24 વર્ષનો ગેપ દેખાડાયો છે. સિકવલની કતા 1971 ના ભારત-પાકિસ્તાનનાં યુદ્ધ પર આધારીત છે. પહેલા ભાગમાં તારાસિંહ (સન્નીદેઓલ)પત્નિ સકીના (અમિષા પટેલ) ને પાકિસ્તાનથી પરત લેવા દીકરા જીતે ‘ઉત્કર્ષ શર્મા)સાથે પાકિસ્તાન જાય છે. જયારે આ વખતે તારાસિંહ દિકરાને પરત લેવા પાકિસ્તાન જાય છે. ખરેખર તો 1971 ની જંગમાં તારાસિંહનો પુત્ર જીતે પાકિસ્તાનમાં ફસાઈ જાય છે તો તારાસિંહ તેને લેવા ફરી એકવાર પાકિસ્તાન જવાનો ફેંસલો કરે છે.
‘ગદર’નો પહેલા ભાગ 2001 માં રીલીઝ થયો હતો અને આ ફિલ્મને ત્યારે સાડા પાંચ કરોડથી વધુ લોકોએ જોઈ હતી. ત્યારે ‘ગદર’નો મુકાબલો આમિરખાનની ફિલ્મ ‘લગાન’ સામે હતો.‘લગાન’ને ત્યારે બે કરોડ લોકોએ જોઈ હતી. ‘ગદર-2’11 ઓગસ્ટે રીલીઝ થઈ રહી છે. ત્યારે તેનો મુકાબલો ‘એનિમલ ધ વેકસિનેશન વોર’, રજનીકાંતની ‘જેલર’ ફિલ્મ સામે થશે.