મુંબઈ: શાહરૂખખાનની ફિલ્મ ‘પઠાન’એ બોકસ ઓફીસ પર તોફાન મચાવ્યુ છે.કમાણીના રેકોર્ડ તોડયા છે. ત્યારે શાહરૂખથી માત્ર ફેન્સ જ આફરીન નથી બલકે બોલીવુડનાં સ્ટાર્સ પણ ફિદા થઈ ગયા છે.ખબર છે કે આ ફિલ્મની સફળતા પર શાહરૂખને અભિનંદન આપવા શાહરૂખખાનના બંગલો ‘મન્નત’ ખાતે બોલિવુડની કેટલીક સેલીબ્રીટી પણ પહોંચી હતી. સુત્રો મુજબ હાલ ‘મન્નત’માં ઉત્સવનો માહોલ છે.
રણવીરસિંહ, દિપિકા પદુકોણ, આલીયા ભટ્ટ અને સ્ટેન્ડઅપ કોમેડીયન કપીલ શર્માએ પોતાના બીઝી શિડયુલમાંથી સમય કાઢીને શાહરૂખખાનને અભિનંદન આપવા ‘મન્નત’પહોંચ્યા હતા. સલમાનખાને ‘પઠાન’માં બહેતરીન પર્ફોમન્સ માટે ફોન પર શાહરૂખખાનને અભિનંદન આપ્યા હતા. સલમાન પણ કેટલાંક દિવસો પછી શાહરૂખને રૂબરૂ મળનાર છે.ઉલ્લેખનીય છે કે શાહરૂખની ‘પઠાન’ ફિલ્મમાં સલમાને કેમિયો (મહેમાન કલાકાર)રોલ કર્યો હતો. તેની પણ ઘણી પ્રસંસા થઈ છે.સૂત્રોના જણાવ્યા મુજબ બોલીવુડના અન્ય સ્ટાર્સ પણ શાહરૂખને અભિનંદન આપવા મન્નતમાં પહોંચનાર છે.
‘પઠાન’એ ઓટીટી રાઈટમાં પણ સેન્ચુરી ફટકારી: એમેઝોન સાથે 100 કરોડમાં ડીલ
ચાર દિ’માં ‘પઠાન’ની વર્લ્ડ વાઈડ કમાણી 429 કરોડ
મુંબઈ: શાહરૂખખાન સ્ટારર ફિલ્મ ‘પઠાન’એ શરૂઆતમાં જ બોકસ ઓફીસ પર કમાણીના રેકોર્ડ તોડયા છે ત્યારે હવે ઓટીટી રિલીઝ પર પણ ‘પઠાન’એ 100 કરોડની સેન્ચુરી મારી છે. ‘પઠાન’ની ઓટીટી રિલીઝને લઈને એક અપડેટ બહાર આવ્યું છે.
જે મુજબ એમેઝોન પ્રાઈમ વિડીયો સાથે ડીલ પુરી થઈ ગઈ છે. ‘પઠાન’ના ઓટીટી રાઈટ માટે એમેઝોને 100 કરોડ રૂપિયા ચુકવ્યાના અહેવાલો છે. જોકે એમેઝોને આ મામલે અધિકૃત રીતે પૃષ્ટિ નથી કરી. આ ફિલ્મ પ્રાઈમ વિડીયો પર 25 એપ્રિલે પ્રસારીત થશે. ‘પઠાન’એ 4 દિ’માં વર્લ્ડવાઈડ 429 કરોડની કમાણી કરી: પંર એ રીલીઝના ચાર દિવસમાં વર્લ્ડ લેવલે કુલ 429 કરોડ રૂપિયાની કમાણી કરી છે આગામી દિવસોમાં પણ ફિલ્મ કમાણી કરતી રહેશે તેમ ફિલ્મી પંડીતો જણાવી રહ્યા છે.