ગેલેક્સી સિનેમાનો 54 વર્ષનો ‘સુવર્ણ’ ઈતિહાસ: રહ્યું હવે યાદગાર સંભારણું

31 January 2023 12:07 PM
Rajkot Saurashtra
  • ગેલેક્સી સિનેમાનો 54 વર્ષનો ‘સુવર્ણ’ ઈતિહાસ: રહ્યું હવે યાદગાર સંભારણું
  • ગેલેક્સી સિનેમાનો 54 વર્ષનો ‘સુવર્ણ’ ઈતિહાસ: રહ્યું હવે યાદગાર સંભારણું
  • ગેલેક્સી સિનેમાનો 54 વર્ષનો ‘સુવર્ણ’ ઈતિહાસ: રહ્યું હવે યાદગાર સંભારણું
  • ગેલેક્સી સિનેમાનો 54 વર્ષનો ‘સુવર્ણ’ ઈતિહાસ: રહ્યું હવે યાદગાર સંભારણું
  • ગેલેક્સી સિનેમાનો 54 વર્ષનો ‘સુવર્ણ’ ઈતિહાસ: રહ્યું હવે યાદગાર સંભારણું
  • ગેલેક્સી સિનેમાનો 54 વર્ષનો ‘સુવર્ણ’ ઈતિહાસ: રહ્યું હવે યાદગાર સંભારણું
  • ગેલેક્સી સિનેમાનો 54 વર્ષનો ‘સુવર્ણ’ ઈતિહાસ: રહ્યું હવે યાદગાર સંભારણું
  • ગેલેક્સી સિનેમાનો 54 વર્ષનો ‘સુવર્ણ’ ઈતિહાસ: રહ્યું હવે યાદગાર સંભારણું

►23 ફેબ્રુઆરી 1969 : ગેલેકસી ટોકીઝ જયારે શરૂ થઈ ત્યારે સૌપ્રથમ ફિલ્મ ‘આંખે’ લાગી હતી અને ઓપનીંગ માટે રામાનંદ સાગર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તે સમયે સેંકડો લોકો ગેલેકસી ટોકીઝ નિહાળવા અને ફિલ્મની ટીકીટ મેળવવા માટે ઉત્સુક હતા તે સમયનું રાજકોટ દ્રશ્યમાન થાય છે.

► રાજકોટના બહુ જૂજ લોકો હશે જેમણે ગેલેક્સી સિનેમામાં બેસીને ફિલ્મ નિહાળી નહીં હોય !

રાજકોટ તા.31 : એક સમય હતો જ્યારે કોઈ પણ નવી ફિલ્મ રિલિઝ થાય એટલે સૌથી પહેલાં તેને ટૉકીઝમાં બેસીને નિહાળી લેવાની...આ સિલસિલો હજુ પણ ચાલી રહ્યો છે પરંતુ તેમાં પહેલાં જેવી ‘મીઠાશ’ કદાચ હવે રહી નથી...! ગેલેક્સી સિનેમા...આ શબ્દ સાંભળીને અહીં ફિલ્મ જોનારા લોકોની છાતી ગજગજ ફૂલ્યા વગર રહેશે નહીં...ભૂતકાળમાં ગેલેક્સી સિનેમામાં ફિલ્મ નિહાળીને કોઈ વ્યક્તિ બહાર આવે એટલે તેને કાયદેસરનો બિરદાવાતો હતો એવી ‘શાન’ આ ફિલ્મની રહી છે. 54 વર્ષ સુધી ગેલેક્સી સિનેમાના રૂપેરી પડદે રિલિઝ થયેલી નાની-મોટી હજારો ફિલ્મોને અત્યાર સુધીમાં જૂની-નવી પેઢીના લાખો લોકોએ નિહાળી છે ત્યારે થોડા સમય પહેલાં જ તેને તોડી પાડવાનું શરૂ કરવામાં આવતાં ફિલ્મરસિકોને એક ઉંડો ધ્રાસકો પણ પડ્યો છે ત્યારે ગેલેક્સી સિનેમાનો ‘સુવર્ણ ઈતિહાસ’ હવે એક યાદગાર સંભારણું બનીને રહી ગયો છે.

► ગેલેક્સી સિનેમાની ભૂલીબીસરી યાદોં ‘સાંજ સમાચાર’ સમક્ષ વાગોળતાં માલિક રશ્મિકાંતભાઈ ભાલોડિયા

ગેલેક્સી સિનેમાના સુવર્ણ ઈતિહાસની ‘ભૂલીબીસરી યાદોં’ને ‘સાંજ સમાચાર’ સમક્ષ વાગોળતાં માલિક રશ્મીકાંતભાઈ ભાલોડિયાએ જણાવ્યું હતું કે 23 ફેબ્રુઆરી-1969ના રોજ ગેલેક્સી સિનેમાનો પ્રારંભ થયો હતો. સૌરાષ્ટ્રમાં પહેલીવાર ઓરીજનલ 70 એમએમ સીક્સ ટ્રેક સ્ટીરિયો સાઉન્ડ અને એરકંડીશનર ધરાવતું આ પ્રથમ થિયેટર હતું. અહીં સૌથી પહેલી ફિલ્મ ‘આંખેં’ લાગી હતી અને ત્યારે ફિલ્મના ડાયરેક્ટર રામાનંદ સાગર ખુદ અહીં ઉપસ્થિત રહ્યા હતા. એ સમયે ટિકિટનો ભાવ એક, બે અને ત્રણ રૂપિયા રાખવામાં આવ્યો હતો અને તે વેળાએ સિટિંગ કેપેસિટી 1011ની હતી જેમાં 700 સીટ અપર તો 300 સીટ બાલ્કનીની રખાઈ હતી. તે સમયમાં એક રૂપિયાની કિંમત તો ખૂબ જ ગણાતી હતી એટલા માટે મોટાભાગનો વર્ગ એક રૂપિયાની ટિકિટ લેવા ઉપર ભાર મુક્તો હતો. જો કોઈ વ્યક્તિને એક રૂપિયાની ટિકિટ ન મળે તો તે બીજા શોની લાઈનમાં તુરંત જ ગોઠવાઈ જતો હતો ! આ હતો એ સમયનો ફિલ્મ થિયેટરનો યુગ...

► ગેલેક્સી ગ્રુપનો જેમને વિચાર આવ્યો તે વાલજીબાપાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભાલોડિયા પરિવારે થિયેટર સહિતનું આખું વટવૃક્ષ ઉભું કરી દીધું: ગુજરાતમાં પહેલું ‘ડૉલ્બી ડિઝિટલ સાઉન્ડ’ લાવવાનો શ્રેય પણ ગેલેક્સી સિનેમાને જ જાય...

આ અંગે આગળ વાત કરતાં રશ્મીકાંતભાઈ ભાલોડિયાએ જણાવ્યું કે ગેલેક્સી સિનેમા શરૂ કરવાનો વિચાર મારા પિતા વાલજીભાઈને જાય છે. તેમનો આ વિચાર મારા ભાઈ રસિકભાઇ ભાલોડિયાએ ઝડપી લીધો અને તેમના નેતૃત્વમાં અમે ગેલેક્સી સિનેમાનો શુભારંભ કર્યો હતો. આ પછી રજનીભાઈએ ગેલેક્સી સિનેમાની જવાબદારી મને સોંપી હતી અને મેં તેને આગળ લઈ જવાનું શરૂ કર્યું હતું. આમ તો 19 વર્ષની ઉંમરે જ હું વિદ્યાર્થી હતો ત્યારે ગેલેક્સી સિનેમાની જવાબદારી મેં સંભાળી લીધી હતી. તે સમયે હું વિદ્યાર્થીને મળતું ડિસ્કાઉન્ટ લઈને ટ્રેન અને પ્લેન મારફતે મુંબઈમાં ફિલ્મનું બુકિંગ કરવા માટે જતો હતો. રાજકોટમાં ગેલેક્સી સિનેમાનો પ્રારંભ કર્યા બાદ 1973 સુધીમાં અમે જામનગર, ભાવનગરમાં ગેલેક્સીના નામે તો અમદાવાદમાં અંબર અને અનુપમના નામે એમ કુલ પાંચ થિયેટર શરૂ કરી દીધા હતા. એકંદરે ગુજરાતમાં ડૉલ્બી સાઉન્ડ લાવનારું ગેલેક્સી પ્રથમ થિયેટર હતું.

►  પ્રથમ ફિલ્મ ‘આંખેં’થી લઈ છેલ્લી ફિલ્મ ‘આરઆરઆર’ સુધીની હજારો ફિલ્મોને જૂની-નવી પેઢીના લાખો લોકોએ નિહાળી: 19 વર્ષની વયે જ ગેલેક્સી સિનેમાની જવાબદારી સંભાળી લેનારા રશ્મિકાંતભાઈ ભાલોડિયાએ થિયેટરને ‘અપ’ લાવવા માટે જીવન ખપાવી દીધું

આ પછી અમે જે.એસ.એક્સ સાઉન્ડ લાવનારા અમે સમગ્ર ભારતના ત્રીજા થિયેટરમાલિક હતા. ત્યારબાદ 1993માં મેં ટિકિટ બુકિંગ માટે સોફ્ટવેરનો આવિષ્કાર પણ કર્યો હતો પરંતુ અમુક ટેક્નીકલ કારણોસર તેનો ઉપયોગ અન્ય સ્થળો ઉપર થઈ શક્યો નહોતો. ગેલેક્સી સિનેમામાં પ્રથમ ફિલ્મ ‘આંખેં’ રિલિઝ થયાથી લઈ છેલ્લી ફિલ્મ ‘આરઆરઆર’ રિલિઝ થઈ હતી મતલબ કે અહીં હજારો ફિલ્મો રિલિઝ થઈ ચૂકી છે અને તેને જૂની-નવી પેઢીના લાખો લોકોએ નિહાળી પણ છે. એકંદરે એક રૂપિયાના દરથી શરૂ થયેલી ટિકિટ 350 રૂપિયા સુધી પહોંચી જવા સુધીની સફર અમે લોકોએ ખેડી છે. એકંદરે ગેલેક્સી ગ્રુપને વટવૃક્ષ બનાવી દેવાનો વિચાર જેમને આવ્યો તે મારા પિતા વાલજીબાપાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભાલોડિયા પરિવારે થિયેટર સહિતનું આખું એક ગ્રુપ્સનું નામ અત્યારે સૌરાષ્ટ્ર-ગુજરાત તેમજ ભારતમાં ગુંજતું કરી દીધું છે.

► સ્વ.વાલજીભાઇનું વિઝન હતું કે રાજકોટને સર્વશ્રેષ્ઠ સિનેમા આપવું, રસિકભાઇ તથા રજનીભાઇએ પાયાથી શરૂ કરાવ્યું અને ત્યારબાદ 19 વર્ષીય રશ્મિકાંતભાઇએ સંચાલન સંભાળ્યું : રશ્મિકાંતભાઈ દુનિયાના અલગ અલગ શહેરોમાં નાના મોટા થિયેટરો તેના પ્રોજેકટર રૂમો અને સાઉન્ડ સિસ્ટમ જોવા જતા અને રાજકોટમાં ગેલેકસી સિનેમામાં બેસ્ટ ટેકનોલોજી લાવતા 



ગેલેકસી સિનેમામાં ફિલ્મ ‘શોલે’ જોવા માટે લાંબી લાઇનો લાગતી : અદ્યતન સાઉન્ડ સિસ્ટમ માટે જાણીતું ગેલેકસી સિનેમામાં ફિલ્મ ‘શોલે’ એક વર્ષ સુધી ચાલી હતી. ત્યારે મલ્ટીસ્ટારર બ્લોકબસ્ટર ફિલ્મ જોવા માટે લોકોની લાઇન લાગતી હતી. ‘શોલે’ની ટીકીટ ત્યારે રૂા. પાંચમાં વેંચાતી હતી.

ફિલ્મ ‘શોલે’ બાવન અઠવાડિયા સુધી ગેલેક્સી સિનેમામાં ચાલી હતી જે એક રેકોર્ડ
રશ્મીકાંતભાઈએ જણાવ્યું કે ધર્મેન્દ્ર-અમિતાભ બચ્ચન-હેમા માલિની-અમઝદ ખાન સહિતના જાયન્ટ કલાકારોને ચમકાવતી ફિલ્મ ‘શોલે’ બાવન અઠવાડિયા સુધી ગેલેક્સી સિનેમામાં ચાલી હતી જે રેકોર્ડ હજુ પણ અકબંધ રહ્યો છે. આ ઉપરાંત અહીંની મુલાકાતે અનેક ફિલ્મી કલાકારો આવી ચૂક્યા છે જેમાં ધર્મેન્દ્ર, અમઝદ ખાન, અમોલ પાલેકર સહિતનાનો સમાવેશ થાય છે.


50 વર્ષ પહેલાનું 70 એમએમનું પ્રોજેકટર : સૌરાષ્ટ્રનું સુપ્રસિધ્ધ ગેલેકસી ટોકીઝ શરૂ થયું ત્યારે અદ્યતન 70 એમએમ પ્રોજેકટર ખાસ લાવવામાં આવ્યું હતું. રશ્મીકાંતભાઇની જાળવણી અંગે વાત કરીએ તો આ દુર્લભ પ્રોજેકટરને તેઓએ છેલ્લા દિવસના છેલ્લા શો (રીનોવેશન પહેલા) સુધી ડિસ્પ્લે પર રાખ્યું હતું અને આટલું જ નહીં પરંતુ જયારે હાલ સિનેમા કામગીરી ચાલી રહી છે ત્યારે તમામ ઉપકરણો અને સાધનો સલામત રીતે તેઓએ સાચવી રાખ્યા છે.



► કોમ્પ્યુટર સોફટવેર દ્વારા ટીકીટની વહેંચણી થાય તે માટે દેશમાં સૌપ્રથમ સોફટવેર બનાવનાર રશ્મિકાંતભાઇ ભાલોડીયાએ 1998માં લાઇનકસ ઓપરેટીંગ સિસ્ટમ દ્વારા સોફટવેર બનાવ્યો હતો જેની નોંધ સિનેમા એસોસીએશને પણ લીધી હતી અને એસોસીએશને તે સમયે મેટ્રો, રીગલ જેવા મુંબઇ-દિલ્હીના અનેક થિયેટરોને આ સિસ્ટમ અપનાવવા માટે પત્રો લખ્યા હતા 

► ધર્મેન્દ્ર, અમોલ પાલેકર, હેમા માલિની, રામાનંદ સાગર સહિતના અનેક દિગ્ગજ કલાકારો ગેલેકસીની મુલાકાતે આવી ચૂકયા છે

► સૌરાષ્ટ્રના અનેક શહેરોમાંથી વર્ષો સુધી ગેલેકસીમાં તેની સાઉન્ડ સિસ્ટમ માણવા માટે જ લોકો દુર દુરથી ફિલ્મ નિહાળવા માટે આવતા 

► 1969માં 70 એમએમ સ્ક્રીન પર ફિલ્મ કલીયોપેટ્રાનો ચેરીટી શો યોજવામાં આવ્યો હતો. તત્કાલીન કલેકટર રામાનાથને  વાલજીભાઇ ભાલોડીયા તથા રસીકભાઇ સાથે ચેરીટી શોનું આયોજન કર્યુ હતું જેમાં 1010 ટીકીટ રૂા.100ના ભાવે (સામાન્ય રીતે 1, ર અને 3 રૂપિયાની ટીકીટ હોય) વેંચાઇ હતી અને એક લાખ જેવી જંગી રકમ એકત્રીત થઇ અને ભારતીય આર્મીના પરિવારજનો માટે ડોનેટ કરવામાં આવી હતી : એલીઝાબેથ ટ્રેલર અને રીચર્ડ બર્ટનની ફિલ્મ કલીયોપેટ્રાએ  ખુબ જ પ્રસિધ્ધિ મેળવેલ હતી


રાજેશ્રી પ્રોડકશનના સુરજ બડજાત્યા સાથે રશ્મિકાંતભાઈના પારિવારિક સંબંધ 
હાલમાં જ મેરેથોન દોડવા ગયેલા ત્યારે તેમના ઘરે ભોજન માણ્યું હતું. વર્ષો પહેલા રાજેશ્રી પ્રોડકશનની વિવાહ ફિલ્મ ટીકીટ ખરીદીને જોઇ હતી કારણ કે સુરજ બડજાત્યાએ રશ્મિભાઇને કહ્યું કે દેખ કે બતાઇએ કૈસી હૈ ફિલ્મ ઔર ચલેગી કયાં

► ગેલેકસી ગ્રુપના પાંચ સિનેમાગૃહ હતા: રાજકોટમાં 1969માં શરૂ કર્યા બાદ જામનગર, ભાવનગરમાં ગેલેકસીના નામે તથા અમદાવાદમાં પણ બે અંબર અને અનુપમ નામે ટોકીઝ શરૂ કરી હતી. જોકે જામનગરનું ટોકીઝ ત્યારબાદ મેહુલ સિનેમા તરીકે ઓળખાતું અને બાકી બધી જગ્યાએ પણ મેનેજમેન્ટ બદલાઇ ગયું હતું.

► ભારતની પાંચ ટોકીઝોમાં 1993માં ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ ફીટ થઇ જેમાં મુંબઇના સ્ટર્લિંગ તથા મેટ્રો સિનેમા, દિલ્હીમાં પ્રિયા સિનેમા, બેંગ્લોરમાં વેકસ થિયેટરમાં તથા રાજકોટમાં ગેલેકસી સિનેમામાં સિસ્ટમ ફીટ થઇ હતી. ડોલ્બીમાં ગેલેકસીનો ભારતનો ત્રીજો અને ગુજરાતમાં પહેલો નંબર હતો.

 
ગેલેકસી સિનેમા અને ગેલેકસી એપાર્ટમેન્ટ: સૌરાષ્ટ્રનું સૌપ્રથમ 70 એમએમ AC સિનેમા થિયેટર તથા ગુજરાતનું સૌપ્રથમ બહુમાળી (11 માળનું) બિલ્ડીંગ નજરે પડે છે. રેસકોર્ષ પર આજથી પ0 વર્ષ પહેલા આ બંને ઇમારતો વાલજીભાઇના  દીર્ઘદ્રષ્ટિ હેઠળ બનાવવામાં આવેલી હતી. 

► અંગ્રેજી ફિલ્મો ગેલેકસીમાં જ આવતી અને તેનો મોટો વર્ગ ઉભો થયો હતો : ઘોસ્ટ રાઇડર નામની અંગ્રેજી ફિલ્મનું હિન્દી વર્ઝન ગેલેકસીમાં લાગેલુ એ સમયે આ ફિલ્મમાં આખા ભારતમાં રાજકોટની ગેલેકસી ટોકીઝે સૌથી વધારે કલેકશન કરેલું

► ફિલ્મની શરૂઆતમાં રાષ્ટ્રગીત વગાડવામાં આવે તેવી ગુજરાતની સર્વપ્રથમ ટોકીઝ બની હતી 


આ હતું ગેલેકસી... :
છેલ્લા 54 વર્ષથી ગુજરાતનું અગ્રગણ્ય સિનેમાહોલ જે હંમેશા અદ્યતન ટેકનોલોજી અને સાઉન્ડ સિસ્ટમ માટે જાણીતું છે અને લાખો લોકોએ અહીંયા હજારોથી વધુ ફિલ્મો નિહાળી છે તે ગેલેકસી સિનેમા (સિંગલ સ્ક્રીન સિનેમા) હાલ તુટી રહ્યું છે. ગેલેકસી ગ્રુપના રજનીકાંતભાઇ ભાલોડીયા આ રીનોવેશનની દેખરેખ કરી રહ્યા છે. 

ફેબ્રુઆરી 1969માં એક રૂપિયાની ટીકીટની કિંમતથી શરૂઆત કરી તો 2023માં છેલ્લી બ્લોકબસ્ટર ફિલ્મ આરઆરઆર રૂા.350 ટીકીટ રાખવામાં આવી હતી
એક રૂપિયાની ટીકીટ ન મળે તો પ્રેક્ષકો ફરી લાઇનમાં ઉભા રહેતા પરંતુ હવે 350 જેવી મોંઘી કિંમતની ટીકીટો પહેલા હાઉસફૂલ થાય છે
ગેલેકસી સિનેમાના મેનેજીંગ પાર્ટનર રશ્મીકાંતભાઇ ભાલોડીયાએ ‘સાંજ સમાચાર’ સાથે વાતચીતમાં જણાવ્યું કે 1969માં ગેલેકસી સિનેમાની શરૂઆત થઇ ત્યારે રૂા. એક, બે, ત્રણ એટલે કે અપર લોઅર બાલ્કનીની કેટેગરીની ટીકીટો વેંચાતી હતી અને જયારે 2023માં છેલ્લી ફિલ્મ બ્લોકબસ્ટર ફિલ્મ આરઆરઆર દર્શાવવામાં આવી ત્યારે રૂા. 350 સુધીના ભાવ ગયા હતા આ સાથે તેઓએ જણાવ્યું કે પહેલાના સમયમાં ટીકીટ રૂપિયાની કિંમત પ્રેક્ષકોને લાગતી હતી. એક રૂપિયાની ટીકીટ ન મળે તો બે કે ત્રણ રૂપિયા ખર્ચીને શો ન જોવાઇ પરંતુ અન્ય શો નિહાળવા માટે ફરી લાઇનમાં ઉભા રહેતા હવેના જમાનામાં મોંઘી ટીકીટો સૌથી પહેલા વેંચાઇ જાય છે. 


Related News

Advertisement
Advertisement
Advertisement