કેશોદ,તા.31 : વ્યાજના વિષ ચક્રમાં ફસાયેલા લોકોમાં જાગૃતી લાવાવા તથા આમ પ્રજાને ઓછા વ્યાજે બેંકો દ્વારા મળતી વિવીધ સહાયલોન અંગે માહીતી મળી રહે તે હેતુથી લોકદરબારનું આયોજન કરી પ્રજામાં જાગૃતી લાવવાનો પ્રયાસ કરતી કેશોદ પોલીસ. સામાન્ય નાગરીકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત કરાવવા તેમજ કાયદા ઓથી માહિતગાર કરવા અને વ્યાજખોરીની નેસ્ત નાબુદ થાય અને વ્યાજખોરીના લીધે બનતા ગંભીર બનાવો બનતા અટકે તે હેતુથી વ્યાજખોરીથી પીડાતી સામાન્ય પ્રજાના પ્રશ્નો સાંભળી કાયદેસરની કાર્યવાહી કરવા આજ રોજ કેશોદ પોલીસ એ લોક દરબારનું આયોજન કરેલ. કેશોદ વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી વ્યાજ વટાવ પ્રવૃત્તિ અંકુશ લાવવા બાબતે કેશોદ શહેરાના આગેવાનો, પ્રજાજનો તેમજ મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી ના પ્રતિનિધિ તથા તમામ બેકના પ્રતિનિધિઓ હાજર રહેલ હતા.