(મિલાપ રૂપારેલ) અમરેલી, તા. 31 : ગઈકાલે રાષ્ટ્રપિતા અને દારૂબંધીનાં હિમાયતી મહાત્મા ગાંધીની પૂણ્યતિથિએ સમગ્ર દેશવાસીઓ પૂ. બાપુને શ્રઘ્ધાંસુમન અર્પણ કરી રહૃાાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ નવી દિલ્હી ખાતે રાજઘાટ ખાતે પૂ. બાપુની સમાધિ સ્થળે શ્રઘ્ધાંજલિ અર્પણ કરી. તેવા જ સમયે અમરેલી ક્રાઈમ બ્રાન્ચે પૂ. મહાત્મા ગાંધીનાં નિર્વાણદિને બગસરા નજીકથી વિદેશી દારૂ ભરેલ ટ્રકનો જથ્થો ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. વિગત એવા પ્રકારની છે કે, બગસરા નજીક આવેલ બાયપાસ રોડ ઉપર કળશ સર્કલ પાસેથી વડિયા તરફથી આવી રહેલ એક ટ્રકને બાતમીનાં આધારે અમરેલી એલસીબી પોલીસે રોકી તપાસ કરતા આ ટ્રકમાં અનાજનાં કટ્ટા નીચે છુપાવેલ વિદેશી દારૂનો મસમોટો જથ્થો મળી
આવતા પોલીસે વિદેશી દારૂ તથા ટ્રક સહિતનાં રૂા. 33.22 લાખનો મુદામાલ સાથે બે આરોપીને ઝડપી લઈ અન્ય 3 મળી કુલ પ અરોપી સામે ગુન્હો નોંધીઆગળની તપાસ હાથ ધરી છે. આ બનાવમાં પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ જુનાગઢ ગામે રહેતા ધીરેન અમૃતલાલ કારીયા લાખાભાઈ રબારી નામનાં બે ઈસમોએ ગુજરાત બહારથી વિદેશી દારૂ મંગાવી અને ગુજરાતમાં વેચાણ કરવા માટે ટ્રક નં. જી.જે.-04 એકસ પ8પ6નાં ચાલક વરનીંગ કાંધાભાઈ મોરી (રે. જુનાગઢ) તથા બીજા ટ્રક ચાલક મુન્નાભાઈ તથા અન્ય એક આરોપી જયસુખ ઉર્ફે હસુ ઉર્ફે અશ્વિન દેવજીભાઈ ચૌહાણ રે. જાંબુડી (તા. વિસાવદર)વાળા વિગેરેએ મિલીભગત કરી અલગ અલગ વિદેશી દારૂની બોટલ નંગ-4020 કિંમત રૂા. 18,80,340 ટ્રકમાં ભરી
વડિયાથી બગસરા તરફ મોડી રાત્રીએ નીકળતા આ અંગે અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી અને બાતમીવાળા ટ્રકને બગસરા નજીક બાયપાસ રોડ ઉપર આવેલ કળશ સર્કલ પાસે રોકી અને વિદેશી દારૂનો મસમોટો જથ્થે પકડી પાડી ટ્રક-1, મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 33,ર1,840નાં મુદામાલ સાથે આરોપી ટ્રક ચાલક વરજાંગ કાંધાભાઈ મોરી તથા જયસુખ ઉર્ફે હસુ ઉર્ફે અશ્વિન દેવજીભાઈ વાઘેલા નામનાં બે આરોપીને ઝડપી લીધા હતા. ઝડપાયેલ બન્ને આરોપીને પોલીસે આગવીઢબે પુછપરછ કરતા આ બનાવમાં અન્ય ત્રણ આરોપીઓનાં નામ જાહેર કરતાં પોલીસે ઝડપાયેલ બે આરોપી ઉપરાંત જુનાગઢનાં ધીરેન અમૃતલાલકારીયા, મુન્નાભાઈ તથા લાખાભાઈ રબારી સહિત પ ઈસમો સામે બગસરા પોલીસમાં ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.