ફાટક બંધ હોવાથી ઉભેલા વાહનો પાછળ પુરપાટ ઝડપે આવતી કાર ઘુસી ગઈ: બે કાર અને એસટી બસમાં નુકસાન, બે મહિલાને ઇજા

31 January 2023 01:30 PM
Dhoraji Crime Rajkot
  • ફાટક બંધ હોવાથી ઉભેલા વાહનો પાછળ પુરપાટ ઝડપે આવતી કાર ઘુસી ગઈ: બે કાર અને એસટી બસમાં નુકસાન, બે મહિલાને ઇજા

► ધોરાજીના જૂનાગઢ રોડ પરની ઘટના : એસટી બસનું બમ્પર વળી જતા બસના ચાલકે ધોરાજી પોલીસ મથકે કાર ચાલક ભાવીબેન શાહ સામે ફરિયાદ નોંધાવી

► અકસ્માત સર્જનાર કાર ચલાવી રહેલી મહિલાએ સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ઘટના બની, ઇજાગ્રસ્તને 108માં હોસ્પિટલમાં ખસેડાયા

રાજકોટ, તા.31 : ધોરાજીના જૂનાગઢ રોડ પર ફાટક બંધ હોવાથી ઉભેલા વાહનો પાછળ પુરપાટ ઝડપે આવતી એક કાર ઘુસી ગઈ હતી જેમાં અન્ય બે કાર અને એસટી બસમાં નુકસાન થયું હતું અને કાર સવારોને મૂંઢ ઇજાઓ પહોંચી હતી. આ અંગે અકસ્માત સર્જનાર કાર ચાલક મહિલા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

મૂળ કેશોદના શેરગઢના વતની અને હાલ જુના ગઢ વંથલી રોડ વાડલા ફાટક પાસે સનસીટી પ્લોટમાં રહેતા એસ.ટી. બસના ચાલક રાણાભાઇ સરમણભાઇ મુછાળ (રબારી) (ઉ.વ. 40)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગના જુનાગઢ ડીવીમાં એસટી બસના ડ્રાઈવર તરીકે 2017 થી ફરજ બજાવું છું. ગઈકાલે તા.30/1ના બપોરના સાડા ત્રણ વાગ્યે મારી નોકરી જુનાગઢ જામનગર રૂટની એસટી બસ નં જીજે-18-ઝેડ-7165 વાળીમાં કંડકટર અજીતભાઇ મહમદહનીફભાઈ જાડેજા (ઉ.વ. 59) સાથે હતી

અને અમે બન્ને અમારા ટાઇમ ટેબલ મુજબ બપોરના સાડા ત્રણ વાગ્યે ઉપરોક્ત બસને જુનાગઢ ડેપોમાંથી મુસાફરોને સાથે લઇને અમારા રૂટમાં રવાના થયેલ હતા અને બપોરના સવા ચારેક વાગ્યા આસપાસ ધોરાજી જુનાગઢ રોડ ઉપર આવેલ રેલ્વે ફાટક પાસે બસ લઈને 5હોંચતા ફાટક બંધ હોય જેથી ફાટકથી દુર અમારી સાઇડમાં બસ ઉભી રાખી ફાટક ખુલવાની રાહ જોતા હતા ત્યાં અચાનક અમારી બસની પાછળ જોરથી કોઇ વાહન ભટકાયું હોવાનો અવાજ આવ્યો જેથી હું તથા અમારી સાથેના કંડકટ2 સાથે નીચે ઉતરી જોયુ

તો અમારી પાછળ રહેલ ત્રણ જુદી જુદી ફોર વ્હીલ કાર એક બીજા સાથે ભટકાઇ હતી. અમારી પાછળ રહેલ મારુતી ઝેન અમારી બસમાં ભટકાતા બસમાં પાછળના બમ્પરને અંદરની તરફ વાળી દીધેલ હોય અને નુકશાની કરેલ હોય જેથી આ બનાવ બાબતે જોતા અમારી પાછળ રહેલ મારુતી જેના નંબર જીજે-05-સીએ-5142 અને તેને તેની પાછળ રહેલ હોન્ડા કંપનીની એમેજ જેના નંબર. જીજે-11-સીએચ-3501એ ઠોકર મારેલ હોય અને આ હોન્ડા એમેજને તેની પાછળ આવેલ ફોક્સ વેગન કંપનીની ફોર વ્હીલ જેના નં. જીજે-12-બીઆર-5161 એ આ આગળની તમામ ફોર વ્હીલ ફાટક બંધ હોય

જેથી વાહન બંધ કરી ફાટક ખુલવાની રાહ જોતા હતા ત્યારે આ ફોક્સ વેગન કંપનીની કાર ચાલક બહેને પાછળથી પૂર ઝડપે માનવ જીંદગી જોખમાય તે રીતે પોતાની ફોર વ્હીલ ચલાવી આવી ઠોકર મારતા બનાવ બનેલ હતો. આ કાર ચાલક બહેનનું નામ ભાવીબેન રીખવભાઇ શાહ (રહે. ગાંધીધામ, કચ્છ) હોવાનું જાણવા મળેલ. આ બનાવમાં ભાવીબેનને તથા ફુલીયા હસ્તીબેનને મૂઢ ઇજાઓ થયેલ હતી જેથી કોઇએ 108 બોલાવતા 108 એમ્બ્યુલન્સ આવતો તેને 108 માં સારવારમાં લઇ ગયેલ હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement