મુંબઇ : બોલીવુડ અને હોલિવુડ કવીન પ્રિયંકા ચોપરાએ જયારથી દીકરી માલતી મેરીને જન્મ આપ્યો ત્યારથી ફેન્સ તેની નાનકડી પરીની ઝલક મેળવવા માટે વ્યાકુળ હતા. જન્મ બાદ પ્રિયંકાએ દીકરીની તસવીરો શેર કરી હતી. પરંતુ તેનો ચહેરો શેર નહોતો દેખાડયો હવે પ્રિયંકાએ પહેલીવાર તેની દીકરીનો ચહેરો દેખાડયો છે.
ખરેખર તો પ્રિયંકા ચોપરા સોમવારે પહેલીવાર પોતાની લાડલી માલતી મેરી સાથે જાહેરમાં દેખાઇ હતી. અભિનેત્રી પતિ નીક જોન્સ અને તેના ભાઇઓને હોલિવુડ વોક ઓફ ફેમ સ્ટાર એવોર્ડ મળવા દરમિયાન ઇવેન્ટમાં પહોંચી હતી. પ્રિયંકા માલતી સાથે જોન્સ બ્રધર્સની ખુશીમાં સામેલ થઇ હતી. વ્હાઇટ કલરના ટોપની સાથે ક્રીમ સ્વેટર અને મેચીંગ શોર્ટસમાં માલતી ખુબ જ કયુટ લાગી રહી હતી.
પ્રિયંકા ચોપરાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ હોલિવુડ વોક ઓફ ફેમ સ્ટાર ફંકશનનો એક વીડીયો શેર કર્યો છે.આ વીડીયો માલતી માતા પ્રિયંકાના ખોળામાં બેઠેલી નજરે પડે છે. અને પપ્પા નીક પોતાની સ્પીચ દરમિયાન દીકરીનું નામ લે છે. એવામાં પ્રિયંકા માલતીને તેડીને પપ્પા નીક તરફ ઇશારો કરે છે. ફેન્સે કોમેન્ટસમાં લખ્યું છે આખરે માલતીની ઝલક જોવા મળી. ખુબ કયુટ છે. અન્ય ફેન્સે લખ્યું માલતી પપ્પા નીક જેવી લાગે છે.