સુરત તા.31
સુરતમાં ભુરી ડોનના આતંકની ઘટના સામે આવી છે. ભુરીએ જાહેરમાં મારામારી કરી હોય તેવા જીટીયુ સામે આવ્યા છે. ભુરી ડોન હાથમાં તીક્ષ્ણ હથિયાર લઈને મારામારી કરી રહી તે સ્પષ્ટ પણે દેખાય રહ્યું છે. સ્થાનીકો, ભુરી ડોનના આતંકથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. સ્થાનિકોએ હાલ આ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રજુઆત કરી હતી.
સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસમાં અનેકવાર ભુરીડોનની ફરિયાદ કરવા છતાં પોલીસ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. ભુરી ડોન સુરતના અનેક ગુનામાં સંડોવાયેલી છે. લુંટ, ખંડણી અને હત્યાના પ્રયાસો જેવા ગંભીર ગુનાઓમાં અનેકવાર પોલીસ સ્ટેશન પહોંચી છે. લોકોને ડરાવવા ખુલ્લામાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવા સહિતના અનેક ગુનાઓ નોંધાયા છે.