રાજકોટ તા.31
આગામી તા.3જીના શુક્રવારે ભગવાન શ્રી વિશ્ર્વકર્મા જયંતિ છે. વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ- સણોસરા દ્વારા પૂ. વિશ્ર્વકર્મા દાદાના પ્રાગટય દિન નિમિતે વિશ્ર્વકર્મા યાત્રાધામ સણોસરા મુકામે શ્રી વિશ્ર્વકર્મા દાદાના નવનિર્મિત મંદિરના પટાંગણમાં ભવ્ય શોભાયાત્રા, ધ્વજારોહણ, પૂજન, કીર્તન વગેરે કાર્યક્રમો યોજવામાં આવેલ છે.
તા.3જીના શ્રી વિશ્વકર્મા યાત્રાધામ સણોસરા ખાતે સવારે 10 વાગ્યે પૂજન, ધ્વજારોહણ તથા બપોરના 12.30 કલાકથી મહાપ્રસાદ શરૂ થશે.
ઉપરોક્ત આયોજનને સફળ બનાવવા ટ્રસ્ટના મૈલેશભાઈ માવજીભાઈ સિદ્ધપુરા, મહેન્દ્રભાઈ જીલ્કા, વિનુભાઈ પીઠવા, સુરેશભાઈ સિદ્ધપુરા, કલ્પેશભાઈ સિદ્ધપુરા, કપિલ સિદ્ધપુરા વગેરેના માર્ગદર્શન હેઠળ સેવાભાવી કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યાં છે.
આ પ્રસંગે રાજભા જાડેજા, સુરેશભાઈ અજમેરા, મુંબઈથી વિષ્ણુભાઈ મકવાણા, જયભાઈ પટેલ, જસદણથી દિનેશભાઈ રાઠોડ, ચિત્રકુટ મંદિરના સંતો-મહંતો વગેરે અતિથિ વિશેષ રૂપે પધારશે.
તમામ વિશ્વકર્મા વંશજોને ઉપરોક્ત પ્રસંગે પધારવા અનુરોધ થયો છે.