મુંબઈ,તા.31
બોલિવૂડ અભિનેત્રી કંગના રનોટ ફરી એકવાર ટ્વિટર પર પાછી આવી છે. કંગના પરત ફરતાની સાથે જ ફરી સક્રિય થઈ ગઈ છે અને બોલિવૂડને નિશાન બનાવી રહી છે. ક્યારેક કંગના શાહરૂખ ખાનના પઠાણ વિશે ટ્વિટ કરતી હોય છે તો ક્યારેક તે કોઈ અન્ય મુદ્દા પર બોલતી જોવા મળે છે. તે જ સમયે, હવે કંગના અને ઉર્ફી જાવેદ વચ્ચે ટ્વિટર પર ઉગ્ર ચર્ચા ચાલી રહી છે. તેની શરૂઆત ત્યારે થઈ જ્યારે કંગનાએ કહ્યું કે આ દેશમાં ખાન અભિનેતાઓ અને મુસ્લિમ અભિનેત્રીઓને વધુ પ્રેમ મળ્યો છે.
અન્ય એક ટ્વીટમાં ઉર્ફીને ટેગ કરતાં તેણે કહ્યું હતું કે, આ દેશમાં સીવીલ યુનિફોર્મ કોડ લાગુ કરી દેવો જોઈએ. તે જ સમયે, જવાબી કાર્યવાહી મા, ઉર્ફીએ મઝેદાર જવાબ આપ્યો છે. કંગના રનોટે તાજેતરમાં ટ્વીટર પર ઉર્ફી જાવેદને ટેગ કરીને તેના કપડા પર કટાક્ષ કર્યો હતો. કંગનાએ ઉર્ફીને ટેગ કરીને કહ્યું, ‘હા માય ડિયર ઉર્ફી, એક આદર્શ વિશ્વ હશે, પરંતુ જ્યાં સુધી આપણી પાસે સામાન્ય આચારસંહિતા નથી ત્યાં સુધી તે શક્ય નથી.
જ્યાં સુધી આ દેશ બંધારણમાં વહેંચાયેલો છે ત્યાં સુધી વિભાજિત જ રહેશે. ઉર્ફીએ હવે કંગનાના આ ટ્વીટ પર લખ્યું છે, મેમ, યુનિફોર્મ મારા માટે એક બેન્ડ આઈડિયા છે. હું માત્ર કપડાંના કારણે જ લોકપ્રિય છું. આ સાથે ઉર્ફીએ હસવાનું ઇમોજી બનાવ્યું છે. ઉર્ફીનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. તેના પર યુઝર્સની કમેન્ટસ પણ સતત આવી રહી છે.