♦ નવા ચીફ સેક્રેટરી રાજકુમાર તથા ઈન્ચાર્જ પણ કાયમી થઈ શકતા આઈપીએસ વિકાસ સહાય બન્નેની કાર્યશૈલી એક સમાન
♦ રાજકુમારને દિલ્હી સાથે કામ કરવાનો લાંબો અનુભવ: વિકાસ સહાય એ ફિલ્ડ ડયુટી વગર પણ ગાંધીનગર નજીક રહીને કામ કર્યુ છે
♦ સિનિયર IAS વિપુલ મિત્રા ‘રીવાજ’ મુજબ ગાંધીનગર બહાર મુકાયા: ગૃહનો હવાલો હાલ એ.કે.રાકેશને
♦ પંચાયત વિભાગમાં સવારે મુકાયેલા સોનલ મિશ્રાને સાંજે દિલ્હીમાં ડેપ્યુટેશન આવી ગયું: વધુ એક અધિકારી પણ જશે
રાજકોટ
ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ-ટુ સરકારના સતા સંભાળ્યાના અંદાજે દોઢ માસ બાદ હવે વહીવટી તંત્ર અને પોલીસીંગમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. ચૂંટણી પુર્વે આઠ-આઠ માસના એકસટેન્શન પર કામ કરતા રાજયના તત્કાલીન મુખ્ય સચીવ પંકજકુમાર તથા પોલીસ વડા આશીષ ભાટીયા ગઈકાલે નિવૃત થતા જ હવે લાંબા સમય માટે તથા સેક્રેટરી રાજકુમાર તથા નવા પોલીસ વડા તરીકે સૌથી સીનીયર આઈપીએસ અધિકારી વિકાસ સહાય રાજયના નવા પોલીસ વડા બન્યા છે. જો કે હજુ તેઓને ‘ચાર્જ’ સોપાયો છે એટલે કે ઈન્ચાર્જ છે પણ માનવામાં આવે છે કે માર્ચ માસ બાદ વહીવટી પ્રક્રિયા પુરી કરી તેઓને પૂર્ણ રીતે આ પોષ્ટીંગ અપાશે.
1989 બેંચના આઈપીએસને હાલ ચાર્જ સોપવા પાછળ કારણ છે તેમની અગાઉ 1988 બેંચના આઈપીએસ અતુલ કરવલ જે હાલ એનડીઆરએફના ડિરેકટર છે તે તથા 1987 બેંચના સંજય શ્રીવાસ્તવ જે અમદાવાદના પોલીસ કમિશ્ર્નરએ બન્નેને સરકાર ડીજીપી બનાવવા ઈચ્છતી ન હતી. સંજય શ્રીવાસ્તવ તો હાલમાં જ નિવૃત થશે અને અતુલ કરવલ ગુજરાત બહાર છે તેઓ લાંબા સમયથી ગુજરાત પોલીસમાં કાર્યરત નથી તેથી સતત ગાંધીનગર અને તેની આસપાસ રહેલા પોલીસ ટ્રેનીંગ સાથે જોડાયેલા અને મૃદુભાષી વિવેક સહાય ને પસંદ કરાયા છે.
શ્રી સહાય નો-નોનસેન્સ- અધિકારી તરીકે જાણીતા છે અને હાલ જે વહીવટીતંત્રમાં નવી ‘ઢબ’થી કામ કરવાનું કલ્ચર બની રહ્યું છે તેમાં શ્રી સહાયની કામગીરી મહત્વની પુરવાર થશે. બીજી તરફ રાજયના નવા ચીફ સેક્રેટરી તરીકે ચાર્જ સંભાળતા જ સૌ પ્રથમ તેમના પણ સીનીયર આઈપીએસ વિપુલ મિત્રાને ગાંધીનગર બહાર ભરૂચમાં જીએનએફસીના ચેરમેન બનાવાયા છે જયારે સિનીયર આઈએએસને સુપરસીડ કરવા હોય તો ભૂતકાળમાં પણ આ જ રીતે શ્રી પંકજકુમાર નવા ચીફ સેક્રેટરી બન્યા હતા તો હવે નવા ચીફ સેક્રેટરી રાજકુમારના સ્થાને ગૃહ વિભાગનો હાલ હવાલો અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશને સોપાયો છે અને ઉદ્યોગ વિભાગનો હવાલો અધિક મુખ્ય સચિવ કમલ દામાનીને સુપ્રત કરાયા છે.
બીજી તરફ રાજયના મહિલા આઈએએસ અધિકારી સોનલ મિશ્રાને કેન્દ્ર સરકારના સ્કીલ ડેવલપમેન્ટના જોઈન્ટ સચીવ તરીકે મુકાયા છે તેમને સવારે જ સરકારે પંચાયત વિભાગનો હવાલો સોપ્યો હતા.