Ahmedabad : એરપોર્ટ પર ફલાઈટમાં બોમ્બ હોવાના કોલથી અફડાતફડી મચી

01 February 2023 11:50 AM
Ahmedabad Gujarat
  • Ahmedabad : એરપોર્ટ પર ફલાઈટમાં બોમ્બ હોવાના કોલથી અફડાતફડી મચી

♦ હું શા માટે આવું, મારે મરવું નથી, ફલાઈટમાં બોમ્બ છે

♦ તપાસમાં બોમ્બની ખબર ખોટી નીકળી

અમદાવાદ તા.1
અમદાવાદ એરપોર્ટ પર ગઈકાલે સાંજે અફડાતફડી મચી ગઈ હતી. જયારે ફોનમાં માહિતી મળી કે ફલાઈટમાં બોમ્બ છે.ખરેખર તો મંગળવારે સાંજે 5-20 વાગ્યે અમદાવાદથી દિલ્હી જવા માટે ફલાઈટ ઉડાન ભરનાર હતી. આ દરમ્યાન એરપોર્ટના બોર્ડીંગથી યાત્રા કરનાર એક યાત્રીને કોલ કરાયો કે થોડા સમયમાં ફલાઈટ ઉડાન ભરશે. આપ જલ્દી આવી જાઓ.

પરંતુ પરેશાની ત્યારે શરૂ થઈ જયારે ફોન રિસીવ કરનાર એરપોર્ટ કર્મચારીને કહ્યું કે હું શા માટે જાઉં, મારે મરવુ નથી, આપની ફલાઈટમાં બોમ્બ છે. આટલુ કહ્યા બાદ શખ્સે ફોન કટ કરી નાખ્યો હતો. કર્મચારીએ તરત આ મામલે એરપોર્ટ ઓથોરીટીને જાણકારી આપી જેના પગલે પોલીસ, બોમ્બ સ્કવોડ, ફાયરબ્રિગેડ વગેરે એકટિવ મોડમાં આવી ગયા અને ફલાઈટમાં તપાસ કરવામાં આવી હતી પરંતુ તપાસના અંતે બોમ્બ નહોતો મળ્યો આ બોમ્બની વાત ખોટી નીકળી હતી.

રસપ્રદ વાત એ છે કે જેના નામે ટિકીટ હતી તે યાત્રી તો એરપોર્ટ પર હાજર હતો. તે ખુદ બોર્ડીંગ કાઉન્ટર પર પહોંચી ગયો હતો અને કહ્યું હતું કે ટિકીટ પર જે નંબર લખ્યો છે તે મારો નથી.યાત્રીએ જણાવ્યું હતું કે મારી ટીકીટ કંપનીના એડમિન ડિપાર્ટમેન્ટમાંથી બુક થઈ છે. ટિકીટ બુક કરનારે મારૂ નામ નાખ્યુ છે. પણ ઈ-મેલ એડ્રેસ, મોબાઈલ નંબર ખુદના નાખ્યા છે.

અમદાવાદ એરપોર્ટ ઓથોરીટીએ જણાવ્યું હતું કે જેણે ફલાઈટમાં બોમ્બ હોવાની ખોટી વાત કરી છે તેની તપાસ ચાલુ છે છતા તેની સામે કાનુની કાર્યવાહીની તૈયારી કરાઈ રહી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement