પૃથ્વીની ગરમી માપશે આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ: પ્રથમ વખત પ્રયોગ

01 February 2023 11:52 AM
India Technology World
  • પૃથ્વીની ગરમી માપશે આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ: પ્રથમ વખત પ્રયોગ

વોશિંગ્ટન: વિશ્વની તાપમાનની પરીસ્થિતિ જાણવા હવે આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સની મદદ લેવાઈ છે. જેનાથી હવે પૃથ્વીનું તાપમાન અને ભવિષ્યની માહિતી માટે પણ ઉપયોગ કરાશે અને આ આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સની મદદથી જાણવા મળ્યું કે આગામી એક દશકામાં પૃથ્વી 1.5 ડિગ્રીથી વધુ ગરમ થઈ જશે.

સ્ટેનફોર્ડ યુનિ. અને કોલોરાડો સ્ટેટ યુનિ.ના અભ્યાસમાં પ્રથમ વખત આઈએનો ઉપયોગ કરાયો હતો જેમાં 2030 બાદ ઔદ્યોગીક લેટર પર તાપમાન 1.5 ડીગ્રી વધશે તે જાણી શકાયું છે. જેના કારણે વિશ્વના હિમ ક્ષેત્રો 10 ગણા ઝડપથી પીગળવા લાગશે જેથી કુદરતી આફતોમાં ખતરનાક વધારો થશે અને વિશ્વનું તાપમાન વધતા એક તરફ દુષ્કાળ તો બીજી તરફ પુરની સ્થિતિ હશે. આ અનુમાન 1980થી 2021 સુધીના ગરમીના આંકડા પરથી કરાયું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement