રાજકોટ,તા.1 : ગોંડલના દરબાર ચોક પાસે વચલી શેરી મોટી બજાર પાસે રહેતા ચેતનભાઇ ચંદ્રકાંતભાઇ ઉપાધ્યાય(ઉ.વ.50)એ ફરિયાદમાં નયનભાઇ ભરવાડ,શિવભદ્રસિંહ વાઘેલા,સુરજીતભાઈ કાઠી,ચિરાગ લશ્કરી અને સહદેવસિંહ જાડેજા વિરુદ્ધ ધમકી અને મનીલેન્ડ એકટ હેઠળ કાર્યવાહી કરી હતી. ચેતનભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગોંડલ નગરપાલીકામાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવું છુ
મારે સંતાનમા એક દીકરો અને એક દીકરી છે.પુત્ર પ્રીયેશને ગોંડલ ગાયત્રી નગરના ખુણે એપલ કાર્ડ અને ગ્રીટ ગેલેરીની દુકાન હોય જે ધંધામા નુકશાની જતા પુત્રએ અઢી ત્રણ વર્ષ પહેલા ગોંડલ વોરા કોટડા રોડ પર રહેતા નયનભાઇ ભરવાડ પાસેથી તેના મીત્ર કેતનભાઈ પરબતભાઇ ઝાલાના મકાનની ફાઇલ આપી તે મકાનની ફાઇલ પર ગોંડલ કોર્ટ પાસેથી રુ.6,00,000 વ્યાજે લીધા હતા.જેના નવેક મહીના સુધી મારા દીકરાએ નયનને રૂ.9,30,000/- ચુકવી દીધા હતા.બાદમાં બંધીયા ગામના શીવભદ્રસિંહ વાધેલા પાસેથી કૈલાશ કોમ્પલેક્ષમાં આવેલ ઓફીસેથી રુ.12,00,000 લીધા તેના રૂ.15,00,000/- ચુકવી દીધા હતા.
છતા આ શીવભદ્રસિંહે સાત કોરા ચેક તેમજ કોરા સ્ટેમ્પ પરત નહીં આપી મુદલ તેમજ વ્યાજ સહીત રુ.30,00,000 ઉઘરાણી કરી ધમકી આપતા હતા અને મારો દીકરો પ્રીયેશ આ વ્યાજના વિષચક્રમા ફસાઈ જતા ગોંડલ તક્ષશીલામા રહેતા સુરજીતભાઇ કાઠી પાસેથી મારા મકાનની ફાઇલ ઉપર મારા ઘર પાસેથી રુ.2,50,000 લીધા તેના રુ.4,00,000 ચુકવી દીધા છતા મકાનની ફાઇલ નહી આપી ધમકી આપી મકાન ફાઇલ પેટે હજુ વધુ રુપીયા આપવા પડશે.
બાદમાં નાની બજાર આર્ય શેરીમા રહેતા ચીરાગભાઇ લશ્કરીને બે કોરા ચેક આપી તેની પાસેથી રૂ.2,00,000 માસીક 12 ટકે વ્યાજે લીધેલ બે વર્ષ સુધી રુ.5,50,000 આપી દીધા હતા હોવા છતા આ ચીરાગ લશ્કરીએ મારા દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ત્યાર બાદ મારા દીકરાએ ગોંડલ ગાયત્રી નગરમા રહેતા સહદેવસિંહ જાડેજા પાસે 10 તોલા જેટલું સોનુ મુકી રુપીયા રૂ.2,50,000 ના રુ.4,50,000/ ચુકવી દીધા હતા છતા ગીરવે મુકેલ 10 તોલા સોનુ પરત આપ્યું હતું.આ અંગે ગોંડલ સીટી પોલીસમાં પાંચેય વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ હતી.