હળવદનાં વેગડવાવ ગામે બાઇક આડે ભૂંડ ઉતરતા ચાલકને ઇજા: સારવારમાં

01 February 2023 12:03 PM
Morbi
  • હળવદનાં વેગડવાવ ગામે બાઇક આડે ભૂંડ ઉતરતા ચાલકને ઇજા: સારવારમાં

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.1 : હળવદ તાલુકાના દેવીપુર ગામે રહેતો યુવાન વેગડવાવ ગામ પાસેથી પોતાનું બાઈક લઈને પસાર થતો હતો ત્યારે બાઈક આડે ભૂંડ ઉતર્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ઈજા થવાથી યુવાનને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી. બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દેવીપર ગામે રહેતો નરેન્દ્ર મનજીભાઈ તારબુંદીયા (29) નામનો યુવાન હળવદ તાલુકાના વેગડવાવ ગામ પાસેથી પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે તેના બાઈકની આડે ભૂંડ ઉતર્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ અકસ્માતના બનાવમાં ઈજા થવાથી નરેન્દ્ર તારબુંદીયાને મોરબીના સામાકાંઠા વિસ્તારમાં માળિયા ફાટક ચોકડી પાસે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની પ્રથમ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે જાણ કરી હતી અને ત્યાથી વધુ તપાસ માટે હળવદ તાલુકો પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી હતી.

ઝેરી દવા પીધી
જોડિયા તાલુકાના પીઠડ ગામે રહેતો સાવન છગનભાઈ આદિવાસી (35) નામનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને બેભાન હાલતમાં મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતમાં ઇજા
મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ રાજકોટ નાગરિક બેંક પાસે મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા સત્તારભાઈ હુસેનભાઇ શેખ (42) હતા ત્યારે ત્યાં અજાણી કારના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતમાં બનાવમાં ઈજા થવાથી યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Advertisement
Advertisement
Advertisement