કચ્છમાં જી20 ની બેઠક અન્વયે ખડીર વિસ્તારની મુલાકાત લેતાં પૂર્વ કચ્છ પોલીસ વડા

01 February 2023 12:07 PM
kutch
  • કચ્છમાં જી20 ની બેઠક અન્વયે ખડીર વિસ્તારની મુલાકાત લેતાં પૂર્વ કચ્છ પોલીસ વડા
  • કચ્છમાં જી20 ની બેઠક અન્વયે ખડીર વિસ્તારની મુલાકાત લેતાં પૂર્વ કચ્છ પોલીસ વડા

(ગની કુંભાર) ભચાઉ તા.1
તાજેતરમાં યોજાનાર કચ્છ ના રણ મા જી 20 ની બેઠક મળનાર છે તે અન્વયે પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા બોર્ડર એરીયા ના અને હડપ્પન સંસ્કૃતિના અવશેષો ધરાવતા વર્લ્ડ હેરિટેજ ધોરાવીરા ખાતે જી20 નું ડેલિગેટ આવનાર છે તે અન્વયે આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા એ પોલીસ અધિકારીઓ સાથે એક બેઠક ખડીર પોલીસ મથકે યોજી હતી જેમાં આસપાસ ના ગામો ના લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ખડીર ગઢડા પોલીસ મથકે યોજાયેલ બેઠકમાં એસપી ના રિડર પીએસઆઇ વી. એ. ઝા વાયરલેસ પીએસઆઇ બી. બી. પરમાર એસપી ના પી. એ. ખીમજીભાઈ ફફલ ખડીર કે. ડી. રાવલ સહિત રતનપર અમરાપર કલ્યાણપર જનાંણ ધોરાવીરા સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં એસપી મહેન્દ્ર બગડીયા એ આગામી દિવસોમાં યોજાનારી જી 20 સબમિટ અન્વયે ધોરાવીરા ની મુલાકાત ડેલિગેટ લેનાર છે

ખડીર બોર્ડર વિસ્તાર તેમજ હેરિટેજ સ્થળોની યાદી મા આવે છે એટલે દરરોજ અસંખ્ય લોકો આવે છે એટલે અહીં આવતા અને રાત્રે રોકાણ કરતા લોકો ના આધાર પુરાવા રાખવા તેમજ શંકાસ્પદ લાગે તો પોલીસ મથકે જાણ કરવી સહિત ના પ્રશ્ર્નો અંગે ચર્ચા કરી હતી તો રતનપર ગામે અનુસુચિત જન જાતિ વાસ ની મુલાકાત લીધી હતી અને લોકો ની કોઈ સમસ્યા અંગે જાણકારી મેળવી હતી રતનપર ખાતે સરપંચ વેજીબેન દશરથભાઈ આહિર તથા અન્ય આગેવાનો સાથે રહ્યા હતા આમ આગામી દિવસોમાં થનારી જી 20 ની બેઠક મુદ્દે પુર્વ કચ્છ પોલીસ દ્વારા સુરક્ષા મુદ્દે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.


Advertisement
Advertisement
Advertisement