(ગની કુંભાર) ભચાઉ તા.1 : તાજેતરમાં કચ્છ મિ યોજાનારી જી 20 ની બેઠક મળનારી છે ત્યારે જી 20 નું ડેલીગેટ આગામી દિવસોમાં ધોરાવીરા ખાતે આવનાર છે તે અન્વયે આજે રાપર તાલુકા ના સરહદી વિસ્તાર મા આવેલ બાલાસર ખાતે બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા ના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા એ બાલાસર પોલીસ ખાતે લોક દરબાર નું આયોજન કર્યુ હતું.
જેમાં ઉપસ્થિત લોકો અને પોલીસ કર્મચારીઓ ને સરહદી વિસ્તાર જાગૃત રહેવા તથા અજાણ્યા શખ્સો અંગે પોલીસ ને જાણ કરવા અજાણ્યા વાહનો ની માહિતી નજીક ના પોલીસ મથકે અથવા જે તે વિસ્તારના પોલીસ મથકે અથવા અધિકારી ને જાણ કરવા માટે જણાવ્યું હતું. આજે બાલાસર ખાતે યોજાયેલા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા ના લોક દરબાર પોલીસ દરબાર પોલીસ મથક નું ઇન્સ્પેક્શન
તથા પોલીસ કર્મચારીઓ ના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. લોક દરબારમાં બાલાસર પોલીસ સબ ઇન્સ્પેકટર ડી એલ. ખાચર મઘાભાઈ પટેલ દશરથસિંહ વાઘેલા લખમણ પટેલ વેલુભા વાધેલા નોંધાભાઈ ચાડ દેવુભા વાધેલા રવજી ભાઈ સુથાર નારણભાઈ ચૌહાણ માયાભાઈ ધૈયડા હરખાભાઈ પટેલ વિક્રમ દેસાઈ અમરશી મોરી દલસિંગ કાનાણી જી. કે. ગુલખા રાજેન્દ્ર સિંહ પરમાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.